આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર આરોપ મૂક્યો છે કે અહીં આવતું વેપાર તે બીજા રાજ્યોમાં મોકલી આપે છે.
આદિત્ય ઠાકરે (ફાઈલ તસવીર)
શિવસેના (Shiv Sena) નેતા આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) આરોપ મૂક્યો છે કે મહારાષ્ટ્ર માટે મંજૂર થયેલા 26000 કરોડ રૂપિયાનો પેટ્રોકેમિકલ તેમજ ફર્ટિલાઈઝર પ્રોજેક્ટે મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ પ્રોજેક્ટ વિદર્ભને મળવાનું હતું, પણ આને મહારાષ્ટ્ર પાસેથી છીનવીને મઘ્ય પ્રદેશને આપી દેવામાં આવ્યો. આદિત્ય ઠાકરેએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. આથી આ પ્રૉજેક્ટ ભાજપ સરકારે ત્યાં મોકલી દીધો. ગુજરાત ચૂંટણી પહેલા પણ આરોપ મૂકાયા હતા કે મહારાષ્ટ્રને મળતા અનેક પ્રૉજેક્ટ્સ પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યને આપી દેવામાં આવ્યા છે.
આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે રાજ્યમાંથી ઉદ્યોગોનું પલાયન થઈ રહ્યું છે અને મહારાષ્ટ્રના હાથમાંથી નોકરીઓ જઈ રહી છે. અમારે ત્યાં યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. જો કે, અત્યાર સુધી એકનાથ શિંદે જૂથ કે પછી ભાજપની સરકાર તરફથી આદિત્ય ઠાકરેના આરોપો પર કોઈ જવાબ આવ્યો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમણે આ પ્રૉજેક્ટ સાથે જોડાયેલી કંપનીઓના અધિકારીઓએ ગયા વર્ષે નાગપુરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પ્રૉજેક્ટ માટે જમીન જોઈ હતી. જો કે, અત્યાર સુધી તેને લઈને જમીન પર કોઈ નિર્ણય લેવાયો નથી.
ADVERTISEMENT
શિવ સંવાદ યાત્રા પર નીકળેલા આદિત્ય ઠાકરેએ નાસિકમાં કહ્યું કે ઔદ્યોગિક વિકાસ મામલે મહારાષ્ટ્ર પાછળ રહે છે. તેમણે કહ્યું કે 2020માં અમે કોરોના વચ્ચે પણ કેટલાક કરાર કર્યા હતા અને લોકોએ ઉદ્ધવ ઠાકરે સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો. વેપારીઓએ 2020થી જૂન 2022 દરમિયાન 6.5 લાખ કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ પર સહેમતિ વ્યક્ત કરી હતી. પણ મહાવિકાસ આઘાડીની સરકાર પડ્યા બાદ સ્થિતિ બદલાઈ અને ઉદ્યોગોનું રાજ્યમાંથી પલાયન શરૂ થઈ ગયું. હવે મને ખબર પડી છે કે 26000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મધ્ય પ્રદેશ ગયા છે, જે મહારાષ્ટ્ર માટે આવ્યા હતા.
આ પણ વાંચો : આદિત્ય ઠાકરેની કાર પર પથ્થરમારો, આ નેતાએ ગણાવ્યું શિંદે જૂથનું કાવતરું
મહારાષ્ટ્રએ ગુમાવી 1 લાખ નોકરીઓ, એકનાથ શિંદેને ચર્ચાનો પડકાર
આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમારી પાસેથી આ પ્રૉજેક્ટ છીનવી લેવામાં આવ્યા કારણકે ચૂંટણી મધ્ય પ્રદેશમાં થવાની છે. શિવસેના નેતાએ કહ્યું કે પહેલેથી જ મહારાષ્ટ્ર વેદાંતા-ફૉક્સકૉન ડીલ ગુમાવ્યા બાદ 1 લાખ નોકરીઓ ગુમાવી ચૂક્યું છે. આદિત્યએ આરોપ મૂક્યો કે ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઈસ પાર્ક પણ છીનવવાનો આરોપ મૂક્યો છે. આદિત્યએ કહ્યું કે જો એકનાથ શિંદેને લાગે છે કે મારા આરોપ ખોટા છે તો તે મારી સાથે ડિબેટ પણ કરી શકે છે.