૨૫ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી દરમ્યાન આઠ લાખ ભક્તોએ સાંઈબાબાનાં દર્શન કરીને ૧૬,૬૧,૮૦,૦૦૦ રૂપિયાનું દાન અર્પણ કર્યું
આઠ લાખ ભક્તોએ સાંઈબાબાનાં દર્શન કર્યા
નાતાલનું વેકેશન અને નવા વર્ષની ઉજવણી શિર્ડીના સાંઈબાબા મંદિરને ખૂબ ફળ્યાં છે. ૨૫ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી દરમ્યાન આઠ લાખ ભક્તોએ સાંઈબાબાનાં દર્શન કરીને ૧૬,૬૧,૮૦,૦૦૦ રૂપિયાનું દાન અર્પણ કર્યું હોવાનું મંદિરના અધિકારી ગોરક્ષ ગાડિલકરે ગઈ કાલે કહ્યું હતું. મોટી સંખ્યામાં મંદિરમાં ઊમટેલા ભક્તોએ બાબાનાં દર્શન કરીને કૅશ રકમની સાથે સોનાના દાગીના, ચેક ઉપરાંત ઑનલાઇન ડોનેશન આપ્યું હતું.