Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિર્ડીમાં બનશે શસ્ત્રસરંજામ

શિર્ડીમાં બનશે શસ્ત્રસરંજામ

Published : 24 May, 2026 07:02 AM | Modified : 24 May, 2026 09:00 AM | IST | Shirdi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ ​સિંહની સાથે શિર્ડીમાં પ્રાઇવેટ ડિફેન્સ મૅન્યફૅક્ચરિંગ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું : કામિકાઝે ડ્રોન, રૉકેટ-લૉન્ચર સહિતનાં શસ્ત્રો બનશે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઈંધણ બચાવવાનો સંદેશ ફેલાવવા મુંબઈથી શિર્ડી વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો હતો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઈંધણ બચાવવાનો સંદેશ ફેલાવવા મુંબઈથી શિર્ડી વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો હતો.


સશક્ત સશસ્ત્ર ભારતનું સૂત્ર આપનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયન મૅન્યુફૅક્ચર્ડ શસ્ત્રો અને ઉપકરણો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે શિર્ડીમાં સાંઈબાબાના મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા તેમ જ અહીં પ્રાઇવેટ ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં કામેકાઝે ડ્રોન અને રૉકેટ-લૉન્ચર્સ સહિતનાં શસ્ત્રો બનાવવામાં આવશે. શિર્ડીના અહિલ્યાનગર વિસ્તારમાં બનેલા આ કૉમ્પ્લેક્સમાં બાયો-CNG (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ) ફૅસિલિટી હશે. અહીં શસ્ત્રસરંજામ ઉપરાંત મિસાઇલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ છે જ્યાં આર્ટિલરી શેલ્સ પણ તૈયાર કરવામાં આવશે. 

એક વર્ષ યુદ્ધ ચાલે તો પણ શસ્ત્રસરંજામ ખૂટશે નહીં
ઉદ્ઘાટન દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘યુદ્ધથી કોઈ પણ જાતનો લાભ થતો નથી અને વિવિધ ક્ષેત્રે ફક્ત નુકસાન જ વેઠવું પડે છે. જોકે આપણે પોતાના સંરક્ષણ માટે તૈયાર રહેવું જોઈએ. ભારત પણ એ માટે સજ્જ છે અને જો સીમા પર એક વર્ષ સુધી યુદ્ધ ચાલે તો પણ આપણે તૈયાર છીએ. ૩૬૫ દિવસ સુધી ચાલે એટલો દારૂગોળો-શસ્ત્રસરંજામ આપી પાસે છે.’



થૅન્ક યુ મોદીજી ઃ દેવેન્દ્ર ફડણવીસ
ઈંધણ બચાવવા માટે વંદે ભારત એક્સપ્રેસથી પ્રવાસ કરનારા દેવેન્દ્ર ફડણવીસે જમાખોરી કરનારા લોકોને ચેતવણી આપવા ઉપરાંત પોતાના સુખદ પ્રવાસનો અનુભવ પણ વર્ણવ્યો હતો. ઈંધણ બચાવવા માટે જાગરૂકતા ફેલાવવા ટ્રેનમાં મુંબઈથી શિર્ડીનો પ્રવાસ કરનારા દેવેન્દ્ર ફડણવીસે વંદે ભારત જેવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ ટ્રેન સર્વિસમાં લાવવા બદલ આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું. આવી સરસ ટ્રેનરૂપી ગિફ્ટ ભારતને આપવા બદલ તેમણે મોદીજીને થૅન્ક યુ કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 09:00 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK