શરદ પવારે કરી ભવિષ્યવાણી : આસામ સિવાયનાં રાજ્યોમાં બીજેપી નિષ્ફળ જશે
શરદ પવારે કરી ભવિષ્યવાણી : આસામ સિવાયનાં રાજ્યોમાં બીજેપી નિષ્ફળ જશે
આ મહિનાના અંતમાં તથા એપ્રિલ મહિનામાં યોજાનારી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાઓ તથા અન્ય ચૂંટણીઓમાં બીજેપીને આસામ સિવાયનાં રાજ્યોમાં નિષ્ફળતા મળવાની આગાહી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે કરી છે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ અને એપ્રિલ મહિનામાં તામિલનાડુ, કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત રાષ્ટ્રપતિ શાસન હેઠળના પૉન્ડિચેરીમાં વિધાનસભાઓની તેમ જ કેટલાક પ્રાંતોમાં લોકસભાની પેટાચૂંટણીઓ યોજાશે. એ ચૂંટણીઓમાં બીજેપીને એકાદ રાજ્યને બાદ કરતાં ઝાઝું માઇલેજ મળવાની શક્યતા નહીં હોવાનું મંતવ્ય પવારે વ્યક્ત કર્યું હતું.
બારામતીમાં પત્રકારો જોડે વાતચીતમાં મરાઠા સ્ટ્રૉન્ગમૅને જણાવ્યું હતું કે ‘મને મૂળભૂત પરિસ્થિતિ અને એ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મળતા અહેવાલો દ્વારા સમજાયું છે કે આગામી પ્રાંતીય ચૂંટણીઓમાં કેન્દ્રના સત્તાધારી પક્ષને મર્યાદિત સફળતા મળશે.

