સ્ત્રી વેશ્યા હોય એ આપણે જોયું છે, પણ હવે તો પુરુષ વેશ્યા (ધનંજય મુંડે) હોય એવું દેખાઈ રહ્યું છે
ઉત્તમ જાનકર
શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સોલાપુર જિલ્લાના માળશિરસ બેઠકના વિધાનસભ્ય ઉત્તમ જાનકરે ગઈ કાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ઉત્તમ જાનકરે કહ્યું હતું કે ‘સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં ધનંજય મુંડેનું પહેલા જ દિવસે રાજીનામું લેવાની જરૂર હતી. ગૃહવિભાગ જાગતો હોત અને હોશમાં હોત તો આવો વાલિયો લૂંટારો તૈયાર ન થયો હોત. આથી ગૃહપ્રધાન અને સરકારના આશીર્વાદથી જ રાજ્યમાં ગુંડાગીરી ચાલી રહી છે. સરકાર અને વાલ્મીક કરાડ વચ્ચે તડજોડ થયા બાદ જ તે પોલીસને શરણે આવ્યો છે. આથી જ ઘર કરતાં વધુ સગવડ તેને પોલીસ-સ્ટેશનમાં મળી રહી છે. ધનંજય મુંડેએ જંગલરાજ શરૂ કર્યું છે. તેમના પર ગંભીર આરોપો છે. સ્ત્રી વેશ્યા હોય એ આપણે જોયું છે, પણ હવે તો પુરુષ વેશ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.’