એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ(Supriya Sule) એક ફેસબૂક પોસ્ટ લખી છે. જેમાં તેમમે શરદ પવાર (Sharad Pawar) અને એસએમ જોશીના સીમાવિવાદ (Maharashtra Karnataka Border Dispute) પરના જૂના આંદોલનનો ઉલ્લેખ કર્યો છે.
Sharad Pawar Birthday
શરદ પવાર (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટક (Karnataka) વચ્ચે સીમાવિવાદ છેડાયેલો છે. આ મામલે મહારાષ્ટ્રનું રાજનૈતિક દળ પણ કર્ણાટકની ભૂમિકા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. શિવસેના સહિત મહાવિકાસ આઘાડીના (Mahavikas Aghadi) નેતા પણ આ મુદ્દે આક્રમક દેખાય છે. આ બધા વચ્ચે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ(Supriya Sule) એક ફેસબૂક પોસ્ટ લખી છે. જેમાં તેમમે શરદ પવાર (Sharad Pawar) અને એસએમ જોશીના સીમાવિવાદ (Maharashtra Karnataka Border Dispute) પરના જૂના આંદોલનનો ઉલ્લેખ કર્યો છે. સુપ્રિયા સુલેએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલતા સીમાવિવાદને જોતા જે રીતે રાજ્યવા મંત્રીઓ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. આ સમાચાર વાંચીને મને પવાર સાહેબ (શરદ પવાર)ના જૂના આંદોલનની યાદ આવે છે. સુપ્રિયા સુલેની ફેસબૂક પોસ્ટ પ્રમાણે એંસીના દાયકામાં શરદ પવારે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ દરમિયાન એક આંદોલન કર્યો હતો. તે સમયે તેમણે પોલીસનો લાઠીમાર પણ પોતાના શરીર પર સહન કર્યો હતો પણ તેમણે પીછેહઠ કરી નહોતી. પોતે એસએમ જોશી પણ પવાર સાહેબની પીઠ પર થયેલા હુમલાથી સ્તબ્ધ હતા.
સુપ્રિયા સુલેની પોસ્ટમાં શું છે?
સુપ્રિયા સુલેએ લખ્યું છે કે શરદ પવારના આંદોલનનો તે સમય જુદો હતો. સીમા પર રહેનારા મરાઠીભાષી લોકોને જબરજસ્તી કન્નડ ભાષા બોલવા માટે કહેવામાં આવતું હતું. કર્ણાટક સરકારે સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત કરી દીધી હતી, જેના વિરુદ્ધ આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પોતે સીએમ જોશીએ વર્ષ 1986માં આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી નેતાઓને કર્ણાટક-મહારાષ્ટ્રની સીમા પર જઈને આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનું હતું. આંદોલનની માહિતી મળ્યા બાદ કર્ણાટક સરકારે સીમા પર કડક પહેરો લાગુ પાડ્યો હતો. સાથે જ મહારાષ્ટ્રના નેતાઓને સીમાની અંદર દાખલ થવાની ના પાડી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
જ્યારે ડ્રાઈવર બની કર્ણાટકની સીમામાં ઘુસ્યા શરદ પવાર
આ આંદોલનની કમાન પહેલા જ દિવસે શરદ પવારના હાથમાં હતી પરંતુ કર્ણાટકની સરહદમાં પ્રવેશવું અશક્ય જણાતું હતું. આવી સ્થિતિમાં શરદ પવારે એક યુક્તિ ઘડી. તેઓ પહેલા કોલ્હાપુર ગયા અને ત્યાંથી ફિયાટ કાર લીધી. તે દરમિયાન શરદ પવાર બાબાસાહેબ કુપેકર અને એક ડ્રાઈવરને પોતાની સાથે લઈ ગયા હતા. કોઈ તેમને ઓળખી શક્યું નહીં, તેથી તે કારના ડ્રાઈવર બન્યા જ્યારે ડ્રાઈવરને માલિકની જગ્યાએ બેસાડવામાં આવ્યા. આ રીતે ત્રણેય લોકો બેલગામ જવા રવાના થયા, ચેકપોસ્ટ પર તેમની પૂછપરછ કરવામાં આવી પરંતુ પોલીસને પણ એ વાતનો અંદાજ ન આવ્યો કે વાહન ચલાવનાર વ્યક્તિ શરદ પવાર છે. આ રીતે શરદ પવાર બેલગામ પહોંચ્યા.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ
તે સમયે બેલગામમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો પરંતુ શરદ પવાર બહુ વહેલા પહોંચી ગયા હતા. આથી તેઓ તેમના પરિચિત અરવિંદ ગોગંટેના ઘરે રોકાયા હતા. જ્યારે આંદોલનનો સમય થયો ત્યારે બરાબર અગિયાર વાગ્યે લોકો રાણી ચેન્નમા ચોકમાં ભેગા થવા લાગ્યા. એકાએક હજારો લોકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ બેફામ બની ગઈ હતી. ગુસ્સે ભરાયેલા પોલીસ કર્મચારીઓએ આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. પોલીસે શરદ પવાર, બાબાસાહેબ કુપેકર અને અન્ય લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. જેના પછી તેમને હિડકલ ડેમ સંકુલના રેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. એસ.એમ.જોષી જ્યારે શરદ પવારને મળવા ગયા હતા ત્યારે તેમણે પવાર સાહેબની પીઠ પર લાકડીઓના ઘા જોયા હતા. એક તે યુગ હતો અને એક આજનો યુગ જે 360 ડિગ્રી બદલાઈ ગયો છે. હવે નેતાઓ કર્ણાટકની સરહદે જવાની વાત કરે છે પણ સમય આવે ત્યારે પ્રવાસ રદ કરે છે.
આ પણ વાંચો : ઉદ્ધવની આગેવાની હેઠળના શિવસેનાના કાર્યકરોએ પુણેમાં રંગી કર્ણાટકની બસો, લખ્યું ‘જય મહારાષ્ટ્ર’