ચોમાસું પૂરું થયા બાદ માથેરાનની મિની ટ્રેન સામાન્ય રીતે ૧૫ ઑક્ટોબરની આસપાસ ફરી શરૂ થઈ જાય છે. જોકે ગઈ કાલ સુધી મિની ટ્રેન શરૂ ન થતાં માથેરાનના ચાહકો ટ્રેન કેમ શરૂ નથી થઈ?
માથેરાનની મિની ટ્રેન
ચોમાસું પૂરું થયા બાદ માથેરાનની મિની ટ્રેન સામાન્ય રીતે ૧૫ ઑક્ટોબરની આસપાસ ફરી શરૂ થઈ જાય છે. જોકે ગઈ કાલ સુધી મિની ટ્રેન શરૂ ન થતાં માથેરાનના ચાહકો ટ્રેન કેમ શરૂ નથી થઈ? ક્યારે થશે? એવા સવાલ કરી રહ્યા હતા તેમને સેન્ટ્રલ રેલવેએ જવાબ આપી દીધો છે. સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે માથેરાનની મિની ટ્રેન ૧ નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસથી નેરુળથી માથેરાન સુધી શરૂ કરી દેવામાં આવશે. આથી દિવાળીના વેકેશનમાં માથેરાન જનારાઓ મિન ટ્રેનનો આનંદ માણી શકશે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં અમન લૉજથી માથેરાન દરમ્યાન જ મિની ટ્રેન દોડાવવામાં આવે છે.