મહિલા ડૉક્ટરે કરેલી ફરિયાદ વિશે વસઈ પોલીસે કહ્યું હતું કે ‘આરોપી ડૉક્ટર અંજુમ અબ્દુલસલામ શેખ ફેબ્રુઆરી ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી જુનિયર મહિલા ડૉક્ટરને ત્રાસ આપી રહ્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વસઈની કાર્ડિનલ ગ્રેસિયસ મેમોરિયલ હૉસ્પિટલના ૫૪ વર્ષના ડૉક્ટર અંજુમ અબ્દુલસલામ શેખની સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અને ધમકીઓથી કંટાળેલી ૩૮ વર્ષની મહિલા જુનિયર ડૉક્ટરે વસઈ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ડૉક્ટર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
મહિલા ડૉક્ટરે કરેલી ફરિયાદ વિશે વસઈ પોલીસે કહ્યું હતું કે ‘આરોપી ડૉક્ટર અંજુમ અબ્દુલસલામ શેખ ફેબ્રુઆરી ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી જુનિયર મહિલા ડૉક્ટરને ત્રાસ આપી રહ્યો હતો. મહિલા ડૉક્ટરને તે પોતાની કૅબિનમાં બોલાવીને તું સરસ દેખાય છે, તારા વાળ સારા છે, તારું ફિગર સારું છે, તું મારો ખ્યાલ રાખ, હું તારી ડ્યુટીનો ખ્યાલ રાખીશ એવું કહેતો હતો. એટલું જ નહીં, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બંધ કરી મહિલા ડૉક્ટરની નજીક જઈ ‘ધ ઑફર ઇઝ સ્ટિલ ઓપન’ એમ કહી તેની સાથે છૂટછાટ લેવાનો પણ તેણે પ્રયાસ કર્યો હતો. તારા શરીર પર ક્યાં-ક્યાં વાંકડિયા વાળ છે એ મારે જોવા છે એમ કહી તેની સાથે સેક્સ કરવાની માગણી પણ આરોપીએ કરી હતી. આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે જો તું ફરિયાદ કરશે તો પણ મારું કાંઈ બગાડી નહીં શકે, બધા મારા માણસો છે. એથી એના ત્રાસથી કંટાળીને મહિલા ડૉક્ટરે આ ફરિયાદ કરી હતી.’
ADVERTISEMENT
આરોપી ડૉક્ટરને કોર્ટમાં હાજર કરતાં તેને આવતી કાલ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

