14 એપ્રિલથી મુંબઈ અને ગોવાના કરમાલી વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ(Mumbai Goa Tejas Express)માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જાણો કેવી હશે આ અદ્ભૂત સુવિધા...
પ્રતિકાત્મક તસવીર
14 એપ્રિલથી મુંબઈ અને ગોવાના કરમાલી વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ(Mumbai Goa Tejas Express)માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ટ્રેનમાં અન્ય વિસ્ટાડોમ કોચ (Vistadom Coach)ફીટ કરવામાં આવશે. આ સાથે જ મુસાફરો મુસાફરી દરમિયાન આસપાસના શ્રેષ્ઠ દૃશ્યોનો આનંદ માણી શકશે. મધ્ય રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
મુસાફરો અદભૂત નજારો માણી શકશે
વિસ્ટાડોમ કોચમાં કાચની બારીઓ અને પારદર્શક છત હોય છે. આ કોચ મુંબઈથી પૂણે અને ગોવા રેલ વિભાગમાં મુસાફરી કરતા મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય છે. મુંબઈ અને ગોવા વચ્ચેની સફર દરમિયાન ધોધ, નદીઓ, ટનલ, લીલાછમ મેદાનો અને ખાડીઓના કોંકણ પટ્ટાનો અદભૂત નજારો જોવા મળે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈ-કરમાલી તેજસ એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ લગાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
દેશની પ્રથમ ટ્રેન જેમાં બે વિસ્ટાડોમ કોચ છે
અધિકારીઓએ જણાવ્યું કે આ ક્લાસના વધુ એક કોચના ઉમેરા સાથે આ ટ્રેન દેશની પ્રથમ એવી ટ્રેન બની જશે જેમાં બે વિસ્ટાડોમ કોચ હશે. વિસ્ટાડોમ કોચમાં એલઇડી લાઇટ, `રોટેબલ` સીટો અને જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ સહિતની અત્યાધુનિક સુવિધાઓ છે.
આ પણ વાંચો: ગોવાની યુવતીને બહેરીન લઈ ગયા, ડરાવી ધમકાવી નોકરાણી બનાવી, મુંબઈ પોલીસે કરી મદદ
વિસ્ટાડોમ કોચ સુવિધાઓ
- વિસ્ટાડોમ કોચમાં 180-ડિગ્રી સ્વિવલ સીટની સુવિધા છે. એટલે કે ટ્રેન જે દિશામાં જઈ રહી છે તે દિશામાં તમે તમારી સીટ ફેરવી શકો છો.
- વિસ્ટાડોમ કોચમાં ખાસ સુવિધાઓ તરીકે કાચની છત, કાચની બારીઓ, વિન્ડો સ્ક્રીન હોય છે. આ કોચમાં સીસીટીવીની પણ સુવિધા છે.
- મુસાફરોની સુવિધા માટે વિસ્ટાડોમ કોચમાં Wi-Fi-આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ આપવામાં આવી છે.
- આ કોચમાં એર-સ્પ્રિંગ સસ્પેન્શન પણ આપવામાં આવ્યું છે, જ્યારે તમામ સીટોની નીચે મોબાઈલ ચાર્જ કરવા માટે પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે.
- મુસાફરો પણ તેમના મનપસંદ ગીતોનો આનંદ લઈ શકે છે અથવા જોઈ શકે છે. આ માટે ડિજિટલ ડિસ્પ્લે અને સ્પીકરની સુવિધા આપવામાં આવી છે.
- વિઝડમ કોચમાં ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- આ કોચમાં મુસાફરોને મિની પેન્ટ્રી, માઇક્રોવેવ ઓવન, ફ્રિજ, કોફી મેકર, વોટર કુલર અને વોશ બેસિન આપવામાં આવ્યા છે.
- વિસ્ટાડોમ કોચમાં FRP મોડ્યુલર ટોઇલેટ ફીટ કરવામાં આવ્યા છે