બાળકીઓ સાથે છેડછાડની આ ઘટના ૩૦ સપ્ટેમ્બરે બની હતી
પ્રતીકાત્મક તસવીર
બદલાપુરની સ્કૂલમાં સફાઈ કામગારે બે નાની બાળકીઓ સાથે કરેલા જાતીય અત્યાચાર જેવી ઘટના હવે પુણેમાં બની છે. પુણેની સ્કૂલના બસ-ડ્રાઇવરે છ વર્ષની બે બાળકીઓ સાથે જાતીય અડપલાં કર્યાં હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરીને તેની સામે બળાત્કાર સહિત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.
બાળકીઓ સાથે છેડછાડની આ ઘટના ૩૦ સપ્ટેમ્બરે બની હતી. એ બાળકીઓ સ્કૂલ બસમાં ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આરોપી બસ-ડ્રાઇવરે તેમના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કર્યો હતો. એમાંની એક બાળકીએ આ સંદર્ભે તેના પેરન્ટ્સને વાત કરતાં પેરન્ટ્સે સ્કૂલ ઑથોરિટીને એ વિશે જાણ કરી હતી. એ પછી પોલીસમાં ફરિયાદ થતાં આરોપી ડ્રાઇવર સંજય રેડ્ડીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.