'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
ફાઇલ ફોટો
બૉમ્બે હાઇકૉર્ટ દ્વારા સ્કિન ટૂ સ્કિન નિર્ણય સુપ્રીમ કૉર્ટે બુધવારે અટકાવી દીધો અને બૉમ્બે હાઇકૉર્ટ પાસેથી આ અંગે વિસ્તૃત માહિતી પણ માહી છે. પૉક્સોના એક કેસમાં બૉમ્બે હાઇકૉર્ટમાંથી બરી કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કૉર્ટમાં CJIએ કહ્યું કે હાઇકૉર્ટ પાસેથી આ અંગે વિસ્તૃત માહિતી માગવામાં આવશે. જણાવાવનું કે અટૉર્ની જનરલે કૉર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ નિર્ણયમાં આરોપીને હાઇકૉર્ટે છોડી દીધો હતો, જે પૉક્સો હેઠળ આરોપી હતો, ફક્ત એ આધારે, તેનો બાળક સાથે સીધો શારીરિક સંપર્ક થયો નથી. આ અંગે અટૉર્ની જનરલે પ્રશ્ન ઉઠાવતા આને જોખમકારક જણાવ્યું હતું. જેના પછી ઉચ્ચતમ ન્યાયાલયે આ નિર્ણય પર સ્ટે મૂક્યો અને આરોપીને છોડી દેવાની બાબત પણ અટકાવી દીધી છે.
જણાવવાનું કે બૉમ્બે હાઇકૉર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇક સગીરની બ્રેસ્ટને સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગર સ્પર્શવું POCSO એક્ટ હેઠળ યૌન શોષણની શ્રેણીમાં નહીં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બૉમ્બે HCનો નિર્ણય,'શારીરિક સ્પર્શ ન હોય તો નહીં માનવામાં આવે યૌન શોષણ'
બૉમ્બે હાઇકૉર્ટે આ મામલે આપ્યો હતો આ આદેશ
હાઇકૉર્ટની નાગપુર બેન્ચની જજ પુષ્પા ગનેડીવાલાએ પોતાના 19 જાન્યુઆરીના પાસ કરવામાં આવેલા આદેશમાં કહ્યું કે કોઇપણ છેડછાડની ઘટનાને યૌન શોષણની શ્રેણીમાં રાખવા માટે ઘટનામાં 'યૌન ઇરાદે કરવામાં આવેલ સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ' હોવું જોઇએ. તેમણે કહ્યું કે સગીરને ગ્રોપ કરવું કે ટટોળવું, યૌન શોષણની શ્રેણીમાં નહીં આવે. જણાવવાનું કે સેશન કૉર્ટે એક 39 વર્ષના વ્યક્તિને 12 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવાના ગુનામાં ત્રણ વર્ષની સજા સંભળાવી હતી, જેને ગનેડીવાલાએ સંશોધિત કરી.

