Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડૉક્ટરને ડાન્સ કરતી વખતે હાર્ટ અટૅક આવ્યો ને ત્યાં જ મૃત્યુ થયું

ડૉક્ટરને ડાન્સ કરતી વખતે હાર્ટ અટૅક આવ્યો ને ત્યાં જ મૃત્યુ થયું

Published : 28 November, 2023 07:05 AM | IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

સાંતાક્રુઝનાં કચ્છી ડૉક્ટરની બહેનના પુત્રનો સંગીતનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો ઃ વિડિયો વાઇરલ થતાં લોકોની કમેન્ટ કે ઘરમાં ડૉક્ટર હોવા છતાં હાર્ટ-અટૅક આવ્યો?

સંગીતના કાર્યક્રમમાં પ્રતિમા સાવલા સ્ટેજ પર ડાન્સ કરતાં હતાં ને હાર્ટ અટૅક આવ્યો હતો

સંગીતના કાર્યક્રમમાં પ્રતિમા સાવલા સ્ટેજ પર ડાન્સ કરતાં હતાં ને હાર્ટ અટૅક આવ્યો હતો


સાંતાક્રુઝ-ઈસ્ટમાં ગોલીબાર રોડ-નંબર ત્રણ પર ૪૧, સિદ્ધિવિનાયક અપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતાં ૬૨ વર્ષનાં હોમિયોપથી ડૉક્ટર પ્રતિમા મહેશ સાવલા શનિવારે સાંજે વિક્રોલીમાં આવેલા જૈનમ બૅન્ક્વેટ હૉલમાં સંગીત કાર્યક્રમ નિમિત્તે પરિવાર સાથે ડાન્સ પર્ફોર્મન્સ આપી રહ્યાં હતાં. આ દરમિયાન તેઓ અચાનક જ સ્ટેજ પરથી નીચે પડી ગયાં હતાં. તેઓ નીચે પડતાં ધમાલ મચી ગઈ હતી. તેમની હાલત ખરાબ લાગતાં તેમને તાત્કાલિક પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે હાર્ટ-અટૅક આવવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


પ્રતિમા સાવલા છેલ્લાં ૪૦ વર્ષથી હોમિયોપથી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરી રહ્યાં હતાં. તેમના પતિ મહેશ સાવલા પણ છેલ્લાં ૪૦ વર્ષથી હોમિયોપથી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરે છે. એટલું જ નહીં, તેમની દીકરી પણ હોમિયોપથી ડૉક્ટર છે. પ્રતિમાબહેન અને તેમની દીકરી કૉલેજના સમયમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યાં છે. વિક્રોલીમાં રહેતી પ્રતિમાબહેનની નાની બહેનના દીકરાનાં આજે લગ્ન છે. આ નિમિત્તે વિક્રોલીના હૉલમાં સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો સહિત પરિવારના સભ્યો દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ આપવામાં આવી રહ્યો હતો. પ્રતિમાબહેન પણ તેમના પતિ અને અન્ય દંપતીઓ સાથે પર્ફોર્મન્સ આપી રહ્યાં હતાં ત્યારે અચાનક જ સ્ટેજ પરથી નીચે પડી ગયાં હતાં જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે અને આ વિડિયો પર લોકોની કમેન્ટ્સને કારણે પરિવારજનો ડિસ્ટર્બ થઈ રહ્યા છે.



આ બનાવ વિશે માહિતી આપતાં પ્રતિમાબહેનના પતિ મહેશ સાવલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે બધા લગ્ન માટે ખૂબ ઉત્સાહિત હતા. ડાન્સ પર્ફોર્મન્સ માટે પણ ઘણી તૈયારી કરી હતી. અમે ચાર કપલ પર્ફોર્મ કરી રહ્યાં હતાં ત્યારે પ્રતિમાને અચાનક ચક્કર જેવું આવ્યું અને તે નીચે પડી ગઈ હતી. તેની હાલત લથડેલી  જોઈને અમે તેને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરે પમ્પિંગથી લઈને અડધો-પોણો કલાક તમામ પ્રયાસો કર્યા, પરંતુ પ્રતિમા બચી શકી નહોતી.’


પ્રતિમા હાલમાં મૅરથૉનમાં ભાગ લેવાની હતી એમ જણાવીને મહેશ સાવલાએ કહ્યું હતું કે ‘તેને ટ્રેકિંગ, વૉકિંગ, મૅરથૉનમાં ખૂબ રસ હતો. તે સ્ટેજ પરથી પડી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે તેમ જ લોકો કહી રહ્યા છે કે ઘરમાં ડૉક્ટર હોવા છતાં આ રીતે હાર્ટ-અટૅક આવ્યો. જોકે મારો એવો પ્રશ્ન છે કે હાર્ટ-અટૅક કંઈ પૂછીને આવે છે કે આ ડૉક્ટર છે કે સામાન્ય વ્યક્તિ છે? લોકોએ આવી કમેન્ટ્સ કે વાતો કરતાં પહેલાં વિચારવાની ખૂબ જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 07:05 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK