Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: નવી મુંબઈના સાનપાડામાં ધોળે દિવસે ડી-માર્ટની બહાર ગોળીબાર, એક ઇજાગ્રસ્ત

Mumbai: નવી મુંબઈના સાનપાડામાં ધોળે દિવસે ડી-માર્ટની બહાર ગોળીબાર, એક ઇજાગ્રસ્ત

Published : 03 January, 2025 06:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શુક્રવારે સવારે લગભગ સાડા નવ વાગ્યે નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં સ્થિત ડી-માર્ચની બહાર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક શખ્સ ઇજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તની હાલત સ્થિર છે. પોલીસ તપાસ કરી રહી છે.`

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Navi Mumbaiના સાનપાડા વિસ્તારમાં રિટેલ સ્ટોર ડી-માર્ટની બહાર ગોળીબાર થયો. આ ગોળીબારમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ પ્રમાણે, `બાઇક સવાર બે લોકોએ શુક્રવારે સવારે લગભગ સાડા નવ વાગ્યે નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં સ્થિત ડી-માર્ચની બહાર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક શખ્સ ઇજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તની હાલત સ્થિર છે. પોલીસ તપાસ કરી રહી છે.`


નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમિત કાલેએ મીડિયાને જણાવ્યું કે આજે સવારે લગભગ 9.30 વાગ્યે રાજારામ થોકે સાનપાડા વિસ્તારમાં સ્થિત ડીમાર્ટ પાસે ઊભા હતા. તે જ સમયે એક મોટરસાઇકલ પર આવેલા બે બદમાશોએ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં રાજારામ ઠોકેને 2-3 ગોળી વાગી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક નાગરિકોની મદદથી ઘાયલ થૉકને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે સીસીટીવીની મદદથી આ કેસની તપાસ કરી રહી છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


વ્યસ્ત વિસ્તારમાં 5-6 રાઉન્ડ ફાયરિંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં ફાયરિંગ થયું તે એક વ્યસ્ત વિસ્તાર છે. હુમલાખોરોએ 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે વિસ્તારના દુકાનદારો અને ત્યાંથી પસાર થતા લોકો ભયભીત થઈ ગયા હતા. આ ઘટનામાં ઘાયલ વ્યક્તિની ઓળખ રાજારામ થોકે (48 વર્ષ) તરીકે થઈ છે, જેને પેટ, ખભા અને પગમાં ગોળી વાગી હતી. ઘાયલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરીને હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે. ઝોન-1 ડીસીપી પંકજ દહાણેએ જણાવ્યું હતું કે થોક પાસે એપીએમસી માર્કેટનો કચરો એકત્ર કરવાનો અને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ છે. થોક NMMC વોર્ડ ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો.


ટ્રક પાર્ક કરેલા વાહનો સાથે અથડાયો
દરમિયાન, મધ્ય મુંબઈના ધારાવીમાં શુક્રવારે સવારે એક ઝડપી ટ્રક પાર્ક કરેલા વાહનો સાથે અથડાયા બાદ એક ટેક્સી અને એક ટેમ્પો નાળામાં પડી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે સવારે 5.45 વાગ્યાની આસપાસ ટી-જંકશન પર અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની કિનારે પાર્ક કરેલા ઓછામાં ઓછા છ વાહનો સાથે અથડાઈ હતી. અથડામણને કારણે ટેમ્પો અને ટેક્સી સહિતના કેટલાક વાહનો બાજુના ગટરમાં પડી ગયા હતા. ટ્રાફિક પોલીસે ક્રેઈનની મદદથી વાહનોને ગટરમાંથી બહાર કાઢ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને શાહુનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

 

Whatsapp-channel Whatsapp-channel

03 January, 2025 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK