Sanjay Raut: ઔરંઝેબ સાથે સરખામણી કરવાના સંજય રાઉતની ટીકા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપ્યો હતો.
સંજય રાઉત (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- સંજય રાઉતે આ પહેલા પણ વડા પ્રધાન મોદીની સારખમની મુગલ બાદશાહ ઔરંગઝેબ સાથે કરી હતી
- સંજય રાઉતે ઔરંગઝેબ અને વડા પ્રધાન મોદી એક જ ગામમાં જન્મ્યા છે, એવું કહ્યું હતું.
- સંજય રાઉતની આ ટીક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
લોકસભા ચૂંટણીના પ્રચાર સભામાં રાજકીય પક્ષના નેતાઓ દ્વારા અનેક વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. નેતાઓના નિવેદનોને લીધે અનેક મોટા રાજકીય વિવાદ સર્જાયા છે. હાલમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના નેતા સંજય રાઉત (Sanjay Raut) દ્વારા વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP) નરેન્દ્ર મોદી પર કરેલી ટીકાને લીધે નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. સંજય રાઉતે ક્રૂર મુગલ બાદશાહ ઔરંગઝેબ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કરતાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબનો જન્મ નરેન્દ્ર મોદીના ગામમાં થયો હતો’. આવી જ રીતે થોડા સમય પહેલા પણ સંજય રાઉતે ઔરંગઝેબનું નામ લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
યુબીટીના નેતા સંજય સંજય રાઉતે વડા પ્રધાન મોદી (Sanjay Raut)પર ટીકા કરતાં કહ્યું હતું કે ‘`છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો, એટલે જ મહારાષ્ટ્રનો ઈતિહાસ છે અને ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, ઈતિહાસ જુઓ... એટલે જ ગુજરાતની માટી ઔરંગઝેબની છે અને આ બંને એ માટીના વેપારીઓ છે.
ADVERTISEMENT
સંજય રાઉતે આગળ કહ્યું કે ‘ઔરંગઝેબનો જન્મ નરેન્દ્ર મોદીના ગામમાં થયો હતો, તમે ઈતિહાસ જુઓ, અમદાવાદની બાજુમાં દાહોદ નામનું એક ગામ છે, જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, એટલે જ તે આપણી સાથે તેઓ (નરેન્દ્ર મોદી) ઔરંગઝેબ જેવું વર્તન કરી રહ્યા છે, પરંતુ યાદ રાખો કે આપણે પહેલા પણ એક ઔરંગઝેબને મહારાષ્ટ્રની આ ધરતીમાં દફનાવ્યો છે”.
`27 વર્ષ સુધી ઔરંગઝેબ મહારાષ્ટ્રને જીતવા માટે મહારાષ્ટ્રની ધરતી પર લડાઈ કરી હતી, પણ અંતે, અમે તે ઔરંગઝેબને (Sanjay Raut) મહારાષ્ટ્રની માટીમાં દફનાવ્યો અને તેની કબર ખોદી હતી. નરેન્દ્ર મોદી કોણ છે?. આ મરાઠાઓનો ઈતિહાસ છે, આ મરાઠીનો ઈતિહાસ છે. જો તમે અમારા તરફ આખ ઉઠાવશો તો અમે અમને તમને જવાબ આપીને સામનો કરીશું. અમે બધા મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે લડતા રહીશું, એવું પણ સંજય રાઉતે કહ્યું હતું.
સંજય રાઉતની આ ટીકા પર પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘અમારા વિરોધીઓ રેકોર્ડ બનાવી રહ્યા છે. તેઓ સતત મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આજે તેમણે 104મી વખત મોદીને ગાળો આપી છે. મને ઔરંગઝેબ પણ કહેવામાં આવી રહ્યો છે. પરંતુ દેશે હવે મન બનાવી લીધું છે કે આવા લોકોને પરાજિત કરવા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી હતી. માર્ચ 2024માં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજીનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો.”