ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત પોતાના નિવેદનો થકી સતત ચર્ચામાં રહે છે. સંજય રાઉતે કહ્યું કે પાર્ટીમાં હવે અમારા જેવા લોકોએ ફ્રન્ટ સીટ પરથી પાછળની સીટ પર જવાનો સમય આવી ચૂક્યો છે. શિવસેનાનું નેતૃત્વ હવે નવી પેઢીને સોંપવું જોઈએ.
સંજય રાઉત (ફાઈલ તસવીર)
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) પોતાના નિવેદનો થકી સતત ચર્ચામાં રહે છે. સંજય રાઉતે કહ્યું કે પાર્ટીમાં હવે અમારા જેવા લોકોએ ફ્રન્ટ સીટ પરથી પાછળની સીટ પર જવાનો સમય આવી ચૂક્યો છે. શિવસેનાનું (Shiv Sena) નેતૃત્વ હવે નવી પેઢીને સોંપવું જોઈએ. હું આ દ્રષ્ટિએ આદિત્ય ઠાકરેને જોઉં છું. ત્યાર બાદ રાઉતે કહ્યું કે આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) દિવસે ને દિવસે પરિપક્વ થતા જાય છે. તેમને રાજકારણના દાવ-પેચ અને ઝીણવટો પણ સમજાઈ રહી છે. આદિત્ય ઠાકરે પાસે યુવાસેનાને સંભાળવાનો મોટો અનુભવ છે. એટલું જ નહીં તેમણે મહાવિકાસ અઘાડી સરકારમાં મંત્રી તરીકે પણ ખૂબ જ સરસ કામ કર્યું છે. રાઉતના નિવેદન બાદ એક પ્રશ્ન એ પણ છે કે શું તે ઉદ્ધવ ઠાકરેની ભાષા બોલી રહ્યા છે? શું ઉદ્ધવ ઠાકરેના સંકેત પર સંજય રાઉતે આવું નિવેદન આપ્યું છે?
`હવે રાજનીતિમાંથી એગ્ઝિટ લેવાનો આવી ગયો છે સમય`
સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના વખાણ કરતા કહ્યું, "યુવાન નેતૃત્વ પાસે શિવસેનાની કમાન આપવા માટે મને આદિત્ય ઠાકરે સર્વગુણ સંપન્ન જોવા મળે છે." સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી પણ આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં લડશે. સંજય રાઉતે આ નિવેદન મટા કૅફે પ્રોગ્રામમાં આપ્યો છે. મટા કૅફેમાં સંજય રાઉતે કહ્યું કે હવે રાજકારણમાંથી એગ્ઝિટ લેવાનો સમય આવી ગયો છે. તેમણે આગામી અમુક વર્ષોમાં સાજનૈતિક સંન્યાસ લેવાના સંકેત પણ આપ્યા છે.
ADVERTISEMENT
પાત્રા ચૉલ ગોટાલામાં ત્રણ મહિનાથી વધારે સમય જેલમાં રહ્યા રાઉત
શિંદે-ફડણવીસ સરકારના સત્તામાં આવ્યા બાદ સંજય રાઉતની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ હતી. ગોરેગાંવ વેસ્ટના પાત્રા ચૉલ ગોટાળામાં રાઉતને ત્રણ મહિનાથી વધારે સમય સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં પસાર કરવો પડ્યો. ત્યાર બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા. આ દરમિયાન શિવસેનામાં પણ મોટા ફેરફાર થયા. પાર્ટીનું નામ, ચૂંટણી ચિહ્ન બધું બદલાયું. કાલ સુધી ઉદ્ધવ ઠાકરે માટે જીવવા-મરવાના સમ ખાનારા અનેક નિકટતમ નેતાઓએ પણ તેમનો સાથ છોડી એકનાથ શિંદે જૂથના સાથ આપ્યો.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: સંકટમાં છે શિંદે જૂથનું અસ્તિત્વ? સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
આદિત્યને કેવી રીતે જુએ છે રાઉત?
જ્યારે સંજય રાઉતને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે આદિત્ય ઠાકરેના નેતૃત્વને કઈ નજરે જુએ છે? ત્યારે જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે જે નજરે ઉદ્ધવ આદિત્યને જુએ છે, બિલકુલ એ જ નજરે હું પણ આદિત્ય તરફ જોઉં છું. શિવસેના પાર્ટી ઠાકરેના નામ પર ઊભી છે. ઠાકરે નામ પર મહારાષ્ટ્રની જનતાને અઢળક પ્રેમ અને શ્રદ્ધા છે. ઠાકરેના વંશજ આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં પાર્ટી હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે. છેલ્લા 30-35 વર્ષોમાં અમે પાર્ટીના નેતૃત્વ માટે કામ કરી રહ્યા છીએ. હું પણ પાર્ટીમાં નેતા અને સાંસદ તરીકે કામ કરું છું. છેલ્લા 30 વર્ષથી સામનાનો સંપાદક છું. તેમ છતાં હવે એવું લાગે છે કે અમારા જેવા લોકોએ પાછળ બેસવું જોઈએ, જેથી નવી પેઢીને પાર્ટીની કમાન સોંપાઈ શકે અને તેમને પાર્ટીને વધારવાની તક આપી શકાય. આખરે અમે હજી કેટલા વર્ષ કામ કરીશું? ક્યારેક ને ક્યારેક તો રિટાયરમેન્ટ લેવું પડશે. આથી યોગ્ય સમયે રિટાયરમેન્ટ લેવું જોઈએ. જ્યારે અમે સંન્યાાસ લઈએ, ત્યાં સુધી નવી પેઢીમા હાથમાં પાર્ટીની કમાન જવી જોઈએ. આથી આદિત્ય ઠાકરેમાં મને આ બધા ગુણ દેખાય છે.
પાર્ટી સંકટ અને ચૂંટણી માટે કેટલા તૈયાર છે આદિત્ય ઠાકરે?
સંજય રાઉતને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આવતા વર્ષે વિધાનસભા અને લોકસભા ચૂંટણી થવાની છે. આ સિવાય પાર્ટી પણ સંકટનો સામનો કરી રહી છે. એવામાં આદિત્ય ઠાકરેને પાર્ટીની કમાન આપવામાં આવશે? આ પ્રશ્નના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે આદિત્ય ઠાકરેને જો પાર્ટીની કમાન આપવામાં આવે તો વાંધો શું છે? આજે પણ શિવસેનાના તમામ મહત્વના નિર્ણયોમાં તેમનો મત મહત્વનો હોય છે. યુવાસેના તરીકે તેમણે એક પ્રમુખ સંગઠન પણ બનાવ્યું છે. ત્યાર બાદ શિવસેના નેતાઓની મંડળીમાં પણ હવે તેમનું નામ મોખરે છે. ધીમે-ધીમે તેમનું નેતૃત્વ પણ સુધરી રહ્યું છે. જો એવું ન હોત તો શીતકાલીન અધિવેશન સત્ર દરમિયાન આદિત્ય ઠાકરે પર વ્યક્તિગત હુમલા વિરોધી દળો તરફથી ન કરવામાં આવ્યા હોત.
આ પણ વાંચો : શિવસેના સત્તાસંઘર્ષ : આજે ચૂંટણીપંચમાં થશે સુનાવણી
સંજય રાઉતે કહ્યું કે આદિત્ય ઠાકરે બિલકુલ સાચું કહે છે કે એક 32 વર્ષના યુવકથી શિંદે-ફડણવીસ સરકાર ડરી ગઈ છે. જો આ સરકાર ડરી ન હોત તો સરકારમાં હાજર નેતાઓએ પર્સનલ હુમલા ન કર્યા હોત. આદિત્ય ઠાકરેનું નેતૃત્વ આગળ આવશે. આ નેતૃત્વથી હાલની સરકારને ડર લાગી રહ્યો છે. આથી તે જાત-ભાતની રીતો અપનાવીને આદિત્ય ઠાકરેને બદનામ કરવામાં લાગેલી છે.