Sanjay Raut Over Seat Sharing: 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આની સાથે જ રાજનૈતિક દળો વચ્ચે સીટને લઈને ખેંચતાણ પણ શરૂ થયેલી જોવા મળી રહી છે.
સંજય રાઉત (ફાઈલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- સંજય રાઉતના નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું.
- સંજય રાઉતના નિવેદન પર કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે કર્યો વળતો પ્રહાર.
- ઉદ્ધવ ઠાકરે એમવીએને બચાવવા માટે લાગ્યા ડેમેજ કન્ટ્રોલમાં.
Sanjay Raut Over Seat Sharing: 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આની સાથે જ રાજનૈતિક દળો વચ્ચે સીટને લઈને ખેંચતાણ પણ શરૂ થયેલી જોવા મળી રહી છે.
કૉંગ્રેસ માટે 2024ની ચૂંટણી ખૂબ જ મુશ્કેલ થવાની છે. આનું કારણ એ છે કે પાર્ટી અનેક રાજ્યોમાં મજબૂત નથી અને તેને ચૂંટણી જીતવા માટે ક્ષેત્રીય દળોની જરૂરિયાત છે. જો કે, ક્ષેત્રીય દળો વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડવા માગે છે. આનું સૌથી તાજું ઉદાહરણ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે, જ્યાં શિવસેના (યૂબીટી) સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રની 48માંથી 23 સીટ પર ચૂંટણી લડવા માગે છે. (Sanjay Raut Over Seat Sharing)
ADVERTISEMENT
Sanjay Raut Over Seat Sharing: કૉંગ્રેસ સંજય રાઉતના આ નિવેદનથી ઘણી નારાજ છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે અહીં સુધી કહી દીધું કે રાઉતને તે પાર્ટીઓને લઈને કોઈપણ ટિપ્પણી ન કરવી જોઈએ, જેની સાથે શિવસેના (યૂબીટી)એ ગઠબંધન કર્યું છે. તો, સંજય રાઉતના નિવેદન બાદ શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે ડેમેજ કન્ટ્રોલ કરવામાં લાગી ગયા છે અને તેમણે સંજય રાઉતના નિવેદનથી અંતર સાધ્યું છે. એવામાં જાણો આખરે કેવી રીતે થઈ આ વિવાદની શરૂઆત.
સંજય રાઉતે શું કહ્યું કે ભડકી ઊઠી કૉંગ્રેસ?
શિવસેના (યૂબીટી) નેતા સંજય રાઉતે શુક્રવારે (29 ડિસેમ્બરે) કહ્યું, `આ મહારાષ્ટ્ર છે અને અહીં શિવસેના સૌથી મોટી પાર્ટી છે. કૉંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે સહિત કૉંગ્રેસના નિર્ણય લેનારા નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અમે હંમેશાં કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં શિવસેના હંમેશાં 23 સીટ પર ચૂંટણી લડે છે.` (Sanjay Raut Over Seat Sharing)
તેમણે કહ્યું, `ઈન્ડિયા ગઠબંધન સાથે બેઠક દરમિયાન અમે નિર્ણય લીધો છે કે જે સીટ પર અમે જીત હાંસલ કરી છે, તેના પર ચર્ચા થશે. કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં એક પણ સીટ જીતી નથી, આથી તેમણે ઝીરો સીટથી શરૂ કરવાનું રહેશે. પણ કૉંગ્રેસ અમારે માટે એમવીએમાં એક મહત્ત્વની સહયોગી છે.` મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન છે, જેમાં કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી સામેલ છે.
નારાજ કૉંગ્રેસે આપ્યો શો જવાબ?
Sanjay Raut Over Seat Sharing: કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે સંજય રાઉત પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે એ પાર્ટીઓને લઈને નિવેદનો ન આપવા જોઈએ, જે ઉદ્ધવ સેના સાથે ગઠબંધનમાં છે. સંજય નિરુપમે કહ્યું, "રોજિંદી થનારી પ્રેસ કૉન્ફ્રેન્સ અને સામનામાં લખાતા આર્ટિકલને કારણે શિવસેના (યૂબીટી)એ બીજેપી સાથે નાતો તોડ્યો, શું હવે તમે કૉંગ્રેસ સાથે પણ એવું જ કરવા માગો છો? રાઉતને પ્રેસ કૉન્ફ્રેન્સ અને સામનામાં ગઠબંધન દળો વિરુદ્ધ લખવાનું બંધ કરી દેવું જોઈએ."
મુંબઈમાં મીડિયાને સંબોધિત કરતા કૉંગ્રેસ નેતાએ કહ્યું, "કૉંગ્રેસ પાર્ટી વગર શિવસેના (યૂબીટી) લોકસભામાં એક પણ સીટ જીતી શકતી નથી." નિરુપમે અહીં સુધી કહી દીધું કે સંજય રાઉતે ક્યારેય ચૂંટણી લડી જ નથી, તો તેને અનુભવ જ નથી. સીટની વહેંચણીને લઈને તેમણે કહ્યું, "સીટની વહેંચણી હજી પૂરી નથી થઈ. આની ચર્ચા ટીવી પર ન થવી જોઈએ. ત્રણેય દળોના નેતાઓને એક સાથે બેસીને ચર્ચા કરવી અને મેરિટના આધારે નિર્ણય લેવાની જરૂર છે." (Sanjay Raut Over Seat Sharing)
ઉદ્ધવ ઠાકરેએ કર્યું ડેમેજ કન્ટ્રોલ
સંજય રાઉતના નિવેદન બાદ શિવસેના (યૂબીટી) ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. બીજેપી સાથે નાતો તોડ્યા બાદ રાજ્યમાં એમવીએ પણ તેની સહયોગી છે. એવામાં તેમના વિરુદ્ધ નિવેદન આપવાથી નુકસાન થઈ શકે છે. આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હું એવું કંઈ નથી કરવાનો, જેથી એમવીએને નુકસાન પહોંચે. આથી હું કંઈપણ કહેનારા લોકો પર ધ્યાન નહીં આપું. જ્યાં સુધી કૉંગ્રેસ સીટની વહેંચણી પણ નહીં બોલે, ત્યાં સુધી ન તો હું અને ન તો મારા તરફથી કોઈ કંઈ કહેશે."
Sanjay Raut Over Seat Sharing: સીટ વહેંચણીને લઈને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "શિવસેના (યૂબીટી) અને એનસીપી (શરદ પવાર જૂથ) વચ્ચે ચર્ચા સારી રહી છે." તેમણે એ પણ કહ્યું કે એમવીએ પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી વંચિત બહુજન આઘાડી (વીબીએ) સાથે એક સંયુક્ત બેઠકનો પ્રયત્ન કરી રહી છે. શિવસેના (યૂબીટી) અને વીબીએ પહેલાથી ગઠબંધનમાં છે. પણ વીબીએ મહાવિકાસ આઘાડીનો ભાગ નથી અને આને ગઠબંધનમાં સામેલ કરવા પર કોઈ નિર્ણય નથી લેવાયો.
શું હતું 2019ની ચૂંટણીની સ્થિતિ?
મહારાષ્ટ્રની 48 સીટમાંથી 18 સીટ પર શિવસેનાને જીત મળી હતી. શિવસેના (યૂબીટી) બીજેપી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહી હતી, જે અંતર્ગત તેણે 23 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. બીજેપીએ 25 સીટ પરથી ચૂંટણી લડી હતી, જેના પછી તેના ખાતામાં 23 સીટ ગઈ હતી. કૉંગ્રેસ માત્ર એક સીટ જીતવામાં સફળ થઈ શકી હતી. એનસીપી (અવિભાજિત) ચાર સીટ જીતી હતી. (Sanjay Raut Over Seat Sharing)