ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિંધુદુર્ગના વિધાનસભ્ય નીતેશ રાણેએ આ વિશે કહ્યું હતું કે ‘આ માણસનું ખસકી ગયું છે.
સંજય રાઉત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈની મુલાકાત કરી હતી ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે વડા પ્રધાનની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ મુંબઈ અદાણીને વેચવા માટે વારંવાર અહીંની મુલાકાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિંધુદુર્ગના વિધાનસભ્ય નીતેશ રાણેએ આ વિશે કહ્યું હતું કે ‘આ માણસનું ખસકી ગયું છે. વડા પ્રધાનની લોકપ્રિયતા આ લોકોને ખૂંચે છે એટલે તેઓ સતત તેમની ટીકા કરી રહ્યા છે. દિલ્હીની મા-બેટાની સરકાર ભારત દેશને અને બાપ-બેટો મુંબઈને વેચી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા? તમે વડા પ્રધાનની મુંબઈની મુલાકાતનો ખર્ચ માગો છો, પણ એનો હિસાબ તમને ચૂંટણીપંચ પાસેથી મળી જશે. ઉદ્ધવ ઠાકરે રવિવારે દિલ્હી ગયા હતા એમાં કેટલો ખર્ચ થયો હતો એની માહિતી પહેલાં આપો, પછી બીજાનો હિસાબ માગો. જેણે ગ્રામપંચાયત તો શું સરપંચની ચૂંટણી ક્યારેય લડી નથી તે આચારસંહિતાની વાત કરે એનાથી મોટી મજાક શું હોય?’