શિવસેનાના નેતાએ કહ્યું કે આ પત્રની જરૂર નથી કારણ કે પીએમ મોદી આ બધી બાબતો પહેલાથી જ જાણતા હતા. રાઉતે આરોપ લગાવ્યો કે, “આ દરોડાઓ PM મોદીના આદેશ પર થઈ રહ્યા છે."
સંજય રાઉત
નવ રાજકીય પક્ષોના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને સંયુક્ત પત્ર લખીને વિપક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આક્ષેપ કર્યાના બીજા જ દિવસે શિવસેના (Shiv Sena)ના (UBT) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) તપાસ એજન્સીઓ તુલના અલ-કાયદા અને તાલિબાન સાથે કરી છે, જેઓ તેમની શક્તિનો ઉપયોગ વિરોધીઓ પર હુમલો કરવા માટે કરે છે.
સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું કે "જે રીતે તાલિબાન અને અલ-કાયદાના લોકો તેમના વિરોધીઓને ખતમ કરવા માટે તેમના હાથમાં હથિયારનો ઉપયોગ કરે છે. તે જ રીતે આ સરકાર તેના વિરોધીઓને ખતમ કરવા માટે ED-CBI જેવા હથિયારોનો ઉપયોગ કરી રહી છે."
ADVERTISEMENT
રાઉતે આક્ષેપ કર્યો હતો કે “કેન્દ્ર સરકાર જે રીતે તેમના વિરોધીઓ વિરુદ્ધ ED-CBI દરોડાનો ઉપયોગ કરીને અમને આતંકમાં રાખ્યા છે તે લોકશાહી નથી. એટલે જ ગઈકાલે મુખ્ય વિપક્ષી દળોના નવ અગ્રણી નેતાઓએ પીએમ મોદીને પત્ર લખીને આ મામલો તેમની સામે મૂક્યો છે.”
શિવસેનાના નેતાએ કહ્યું કે આ પત્રની જરૂર નથી કારણ કે પીએમ મોદી આ બધી બાબતો પહેલાથી જ જાણતા હતા. રાઉતે આરોપ લગાવ્યો કે, “આ દરોડાઓ PM મોદીના આદેશ પર થઈ રહ્યા છે."
આ પહેલા રવિવારે આઠ રાજકીય પક્ષોના નવ નેતાઓએ એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ પર પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સીઓનો ‘દુરુપયોગ’ થઈ રહ્યો છે.
નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાનો અથવા તેમની ધરપકડ કરવાનો સમય ચૂંટણીની આસપાસ હતો, જે સ્પષ્ટ કરે છે કે કરવામાં આવેલી કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત હતી.
આ પણ વાંચો: વંદે ભારતને સોમનાથ સુધી દોડાવવા નરેન્દ્ર મોદીને પત્ર
પત્ર પર હસ્તાક્ષર કરનારા વિપક્ષી નેતાઓમાં BRS ચીફ કે ચંદ્રશેખર રાવ, JKNC ચીફ ફારૂક અબ્દુલ્લા, AITC ચીફ મમતા બેનર્જી, NCP ચીફ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, RJD નેતા તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સામેલ હતા. જો કે, પત્રમાં કૉંગ્રેસ, JDS, JD (U) અને CPI (M) તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી ન હતી.