રાઉતે PM મોદી પર રાજનૈતિક ફાયદા માટે માલદીવ સાથે ઝગડો કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન સાથે લડાઈનો મુદ્દો ખતમ થઈ ગયો છે, તો બીજેપીની સરકાર લોકસભા ચૂંટણી પહેલા માલદીવ સાથે ઝગડો કરી રહી છે, જેની પાસે પોતાની આર્મી અને પોલીસ ફૉર્સ પણ નથી.
સંજય રાઉત (ફાઈલ તસવીર)
શિવસેના (યૂબીટી)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સોમવારે બીજેપી પર આકરા કટાક્ષ કર્યા છે. તેમણે પીએમ મોદી પર રાજનૈતિક ફાયદા માટે માલદીવ સાથે ઝગડો કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન સાથે લડાઈનો મુદ્દો ખતમ થઈ ગયો છે, તો બીજેપીની સરકાર લોકસભા ચૂંટણી પહેલા માલદીવ સાથે ઝગડો કરી રહી છે, જેની પાસે પોતાની આર્મી અને પોલીસ ફૉર્સ પણ નથી. માલદીવ સાથે સંઘર્ષ વધારશે અને ચૂંટણીમાં તેના નામે વોટ માગશે. ત્યાં ચીન ઘુસી ગયું છે, પહેલા તેમને બહાર કાઢો તમે."