સંસદસભ્ય સંજય પાટીલ આ મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવાના પ્રયાસમાં
ધારાવી
મુલુંડમાં ધારાવીના લોકોના પુનર્વસનનો વિરોધ કરનારા મુલુંડવાસીઓએ નૉર્થ-ઈસ્ટ મુંબઈના સ્થાનિક સંસદસભ્ય સંજય પાટીલનો સંપર્ક કર્યો હતો અને તેમણે પણ આ રીતના પુનર્વસનનો વિરોધ કર્યો છે અને તેઓ આ મુદ્દે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવાના છે. બીજી તરફ ધારાવીના લોકોની પણ મુલુંડ આવવાની કોઈ ઇચ્છા નથી એટલે મુલુંડ અને ધારાવીના લોકો આ મુદ્દે એક થયા છે.