સંજય નિરુપમે ગઈ કાલે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પક્ષમાં અત્યારે વૈચારિક સ્તરે લડાઈ ચાલી રહી છે
ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં સંજય નિરુપમ.
પક્ષવિરોધી કામ કરવા બદલ કૉન્ગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમે ગઈ કાલે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પક્ષમાં અત્યારે વૈચારિક સ્તરે લડાઈ ચાલી રહી છે. કાર્યકરોમાં નિરાશા અને નારાજગી છે. આમ જ ચાલતું રહેશે તો આગામી સમયમાં પક્ષની હાલત અત્યારે છે એનાથી પણ ખરાબ થઈ જશે. પક્ષ સેક્યુલર હોવાનો દાવો કરે છે. સેક્યુલરિઝમ ખરાબ નથી, પણ મહાત્મા ગાંધીના સેક્યુલરિઝમ અને ધર્મનો વિરોધ કરનારા પંડિત નેહરુના સેક્યુલરિઝમમાં ફરક છે. નેહરુજી ૧૭ વર્ષ વડા પ્રધાન રહ્યા. તેમની વિચારાધારા બાદમાં કૉન્ગ્રેસે આગળ વધારી જેને લીધે પક્ષને ઘણું નુકસાન થયું છે. આજે મોટા ભાગના આઉટડેટેડ અને ફેંકાઈ ગયેલા નેતાઓ કૉન્ગ્રેસ ચલાવી રહ્યા છે. તેઓ સમયની સાથે બદલાયા નથી કાં તો બદલાવા નથી માગતા એટલે રામમંદિર જેવા ઐતિહાસિક કાર્યને આવકારવાને બદલે ટીકા કરી રહ્યા છે.’