Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભીનો અને સૂકો કચરો છૂટો નહીં રાખો તો સફાઈ-કર્મચારીઓ જ દંડ ફટકારશે

ભીનો અને સૂકો કચરો છૂટો નહીં રાખો તો સફાઈ-કર્મચારીઓ જ દંડ ફટકારશે

Published : 19 December, 2024 03:44 PM | Modified : 19 December, 2024 04:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રનું પર્યાવરણ મંત્રાલય સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે જેમાં આ જોગવાઈ રાખવામાં આવશે : આવતા વર્ષના ઑક્ટોબરથી નવા નિયમો લાગુ થઈ જશે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


હાઉસિંગ કૉમ્પ્લેક્સ કે પછી જ્યાં રોજ વધુ કચરો એકઠો થતો હોય એવી જગ્યાએ જો ભીનો અને સૂકો કચરો અલગ નહીં કર્યો હોય તો હવે એ કચરો લેવા આવનાર સફાઈ-કર્મચારી એને ઉપાડવાની ના પાડી દેશે અથવા એના માટે દંડ ફટકારશે.


કેન્દ્રનું પર્યાવરણ મંત્રાલય સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટનો ડ્રાફટ તૈયાર કરી રહી છે અને એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કચરો કલેક્ટ કરવા જનાર સફાઈ-કર્મચારીને જ એ છૂટો પાડ્યા વગરનો કચરો ન ઉપાડવાની અને દંડ ફટકારવાની સત્તા આપવામાં આવે. આ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા નિયમો ૨૦૨૫ની ૧ ઑક્ટોબરથી લાગુ કરવામાં આવશે.



આ બાબતે સંકળાયેલા બધા લોકોનો અભિપ્રાય લઈને આ અંગેના નિયમ આવતા વર્ષની શરૂઆતના બે મહિનામાં નક્કી કરી લેવામાં આવશે. ૫૦૦૦ સ્ક્વેર મીટર કરતાં મોટી હોટેલ, રેસ્ટોરાં, માર્કેટ માટે ગયા અઠવાડિયે જ નિયમ બનાવવામાં આવ્યો છે કે એમણે ભીનો અને સૂકો કચરો છૂટો પાડીને જ આપવો પડશે. એમાંથી રીસાઇકલ થઈ શકે એવો કચરો કે વેસ્ટ રીસાઇકલ કરતી કંપનીને આપવાનો રહેશે.


આ સાથે જ પર્યાવરણ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન્સ બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત કચરામાંથી પૈસા કઈ રીતે ઊભા થઈ શકે અને એનર્જી કઈ રીતે જનરેટ કરી શકાય એના પર જોર આપવામાં આવી રહ્યું છે. એ જ રીતે એક વખત વપરાઈ ગયેલી પ્રોડક્ટને કઈ રીતે ફરી ઉપયોગમાં લઈ શકાય એની માહિતી પણ આ ગાઇડલાઇન્સમાં આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2024 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK