પુસ્તક વિમોચનના એક ખાનગી કાર્યક્રમમાં સમીર વાનખેડેએ યુવાનોમાં વધતાં ડ્રગ્સના સેવન વિશે વાત કરી હતી. આ સાથે જ ડાર્ક વેબ વિશે પણ કેટલાક ખુલાસા કર્યા હતાં.
સમીર વાનખેડેએ પુસ્તક વિમોચનના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી (તસવીર: સમીર વાનખેડે અને મનીષ પચૌલી)
આર્થિક રાજધાની મુંબઈમાં દિન-પ્રતિદિન ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ વધી રહી છે. મુંબઈ પોલીસે શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા ઝૂંબેશ હાથ ધરી છે પણ, તેમ છતાં રોજ લાખો રૂપિયાના નશાકિય પદાર્થ જપ્ત થઈ રહ્યાં છે. ડ્રગ્સ પેડલર્સ અને માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા સામે આવી રહ્યા છે. યુવાનોમાં ડ્રગ્સનું સેવન વધ્યું છે. આ સ્થિતિમાં સમીર વાનખેડેએ ડ્રગ્સ તરફ વળતા યુવાનો, ડાર્ક વેબ અને વેબ સીરિઝ તથા ફિલ્મમાં ડ્રગ્સ સંબંધિત પ્રદર્શિત થતાં મુદ્દા પર વાત કરી. સમીર વાનખેડે હાલમાં ચેન્નઈમાં એડિશનલ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
પત્રકાર અને લેખક મનીષ પચૌલીના પુસ્તક CARTELના વિમોચન માટે એક ખાનગી કાર્યક્રય યોજાયો હતો. જેમાં તેના સ્વજનો અને નજીકના મિત્રોએ હાજરીએ આપી હતી. આ કાર્યક્રમમાં સમીર વાનખેડે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સમાજના યુવાનો અને બાળકો ડ્રગ્સની દુનિયાથી કેવી રીતે પ્રભાવિત થઈ રહ્યાં છે તે બાબત આ પુસ્તકમાં ઉજાગર કરવામાં આવી છે. ત્યારે સમીર વાનખેડેએ પણ આ મુદ્દે પોતાના વિચારો શેર કરતાં વેબ સિરીઝ અને ફિલ્મમાં ડ્રગ્સ સંબંધિત પ્રદર્શિત થતું કોન્ટેન્ટ યુવાનને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની વાત કરી હતી.આ સાથે જ તેમણે ડાર્ક વેબ અને ડ્રગ્સથી અંજાઈ રહેલી જનરેશનને ચેતવવા કહ્યું હતું.
ADVERTISEMENT
સમીર વાનખેડે જણાવ્યું હતું કે આજે આપણા દેશમાં મુખ્ય બે સમસ્યાઓ છે, ટેરેરિઝમ અને નાર્કોટિક્સ.આજની જનરેશનના યુવાનો ડ્રગ્સથી વધારે પ્રભાવિત થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલુંક એવું કોન્ટેન્ટ આવી રહ્યું છે, જેની યુવાનો પર નકારાત્મક અસર થઈ રહી છે. ફિલ્મમાં જેવા ગેંગસ્ટર જોવા મળે છે તેવા જ ગેંગસ્ટર અસલમાં કામ કરી રહ્યાં છે. ડ્રગ્સનું સેવન વધ્યું છે. મહારાષ્ટ્રમાં ઘણી એવી ગેંગ છે જે ડ્રેગ્સની હેરાફેરીમાં સામેલ છે.
યુવાનોના ડ્રગ્સ સેવન અંગે સમીર વાનખેડેએ કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ અને અન્ય કેટલાક કારણોસર યુવાનોને ડ્રગ્સનું સેવન કરવું `cool`લાગે છે. વર્તમાન પેઢી ડ્રગ્સથી વધારે પ્રભાવિત છે. બાળકોને આપણે જે પોકેટ મની આપી રહ્યાં છીએ તેનો ઉપયોગ તે ડ્રગ્સ ખરીદવામાં કરી રહ્યાં છે. આપણે આપણા સંતાનોને આ મામલે ચેતવવાની જરૂર છે. ડાર્ક વેબ પણ આજની પેઢીનું એક દૂષણ છે. એક વાર યુવાનો ડાર્ક વેબમાં ઘુસી ગયા,એટલે એની પાસે દૂષણના અનેક વિકલ્પ ઉપલબ્ધ થઈ જશે. રાઈફલ ખરીદવી, ડ્રગ્સ ખરીદવું કે કોઈ પણ ઓર્ગન,આ પ્રવૃત્તિ તેના માટે સામાન્ય બની જશે. એમાંય પાછું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવે છે, જે વધુ જોખમી છે. કોણ ખરીદનાર છે, કોણ વેચનાર છે એની કોઈને ઓળખ હોતી નથી. આ બધી ડિલ્સ અન્ય દેશોના લોકો સાથે થતી હોય છે. જેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ પણ નથી. આ ખુબ જ હાનિકારક છે.
ચરસ અને ગાંજા સિવાય વિવિધ પ્રકારના ડ્રગ્સ વિદેશોમાંથી આવી રહ્યાં છે. જેમાંથી કેટલાકના નામ પણ કોઈને ખબર નહીં હોય એવું સમીર વાનખેડેએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યુ કે જો આવી પ્રવૃત્તિઓને રોકવામાં નહીં આવે તો આગમી સમયમાં ખુબ જ ખરાબ સ્થિતિ ઉભી થશે.