ડ્રગ્સના કેસમાં આર્યન ખાનને ફસાવવા માટે શાહરુખ ખાન (Shah Rukh Khan) પાસેથી કહેવાતી રીતે 25 કરોડ રૂપિયાની લાંચ માગવાના આરોપમાં વાનખેડે વિરુદ્ધ સીબીઆઈ તપાસ વચ્ચે આ વિજિલેન્સ રિપૉર્ટ આવ્યો છે.
સમીર વાનખેડે (ફાઈલ તસવીર)
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના (Narcotics Control Bureau) વિજિલેન્સ રિપૉર્ટે (vigilance report) સમીર વાનખેડે (Sameer Wankhede) વિશે અનેક ખુલાસા કર્યા છે. વાનખેડે એનસીબીના પૂર્વ મુંબઈ ઝોન પ્રમુખ હતા અને રિયા ચક્રવર્તી અને આર્યન ખાન(Aryan Khan) સહિત અનેક હાય-પ્રૉફાઈલ કેસમાં ઈન્વેસ્ટિગેશનને લીડ કરી રહ્યા હતા. ડ્રગ્સના કેસમાં આર્યન ખાનને ફસાવવા માટે શાહરુખ ખાન (Shah Rukh Khan) પાસેથી કહેવાતી રીતે 25 કરોડ રૂપિયાની લાંચ માગવાના આરોપમાં વાનખેડે વિરુદ્ધ સીબીઆઈ તપાસ વચ્ચે આ વિજિલેન્સ રિપૉર્ટ આવ્યો છે. વિજિલેન્સ રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડેએ 2017 અને 2021 વચ્ચે છ ખાનગી વિદેશ પ્રવાસ કર્યા. તેમના ડસ્ટિનેશનલમાં બ્રિટેન, આયરલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા અને માલદીવ સામેલ હતા.
`હિંદુસ્તાન ટાઈમ્સ`ના એક રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિજિલેન્સના રિપૉર્ટ પ્રમાણે આ વિદેશ પ્રવાસ માટે સમીર વાનખેડેએ 8.75 લાખ રૂપિયા ખર્ચ કર્યા. જે વિજિલેન્સ રિપૉર્ટ પ્રમાણે વાસ્તવિક ખર્ચથી ઓછી છે. લંડનના 19 દિવસના પ્રવાસ માટે વાનખેડેએ 1 લાખનો ખર્ચ બતાવ્યો અને કહ્યું કે તે ત્યાં સંબંધીઓ સાથે રહ્યા. વાનખેડેએ કહેવાતી રીતે 17,40,000 રૂપિયા (વાસ્તવિક કિંમત 22,05,000 રૂપિયા)માં એક રોલેક્સ ગોલ્ડ ઘડિયાળ ખરીદી અને એક જ ઘડિયા માટે એકથી વધારે ચલાન હતા. વિજિલેન્સ રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વાનખેડેના મુંબઈમાં ચાર ફ્લેટ છે. આ મામલે સમીર વાનખેડેએ કહ્યું કે હકિકતે તેમની પાસે મુંબઈમાં ચાર નહીં છ સંપત્તિ છે અને બધી તેમને વારસામાં મળી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આનંદો મુંબઈકર્સ: બેસ્ટના કાફલામાં સામેલ થઈ 40 એસી પ્રીમિયમ બસ
પૂજા ડડલાનીએ આપ્યું હતું વાનખેડે વિરુદ્ધ નિવેદન
નાર્કોટિક્સ કન્ટ્રો બ્યૂરોના વિજિલેન્સ રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે વિરુદ્ધ સીબીઆઈના એફઆઈઆરમાં એનસીબીના પૂર્વ અધિકારી પર શાહરુખ ખાન પાસેતી 25 કરોડ રૂપિયા માગવાનો આરોપ મૂક્યો હતો, જે શાહરુખ ખાનની મેનેજર પૂજા ડડલાણીના નિવેદન પર આધારિત હતો. ડડલાનીએ કહેવાતી રીતે કાર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડવા અને આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ 50 લાખ રૂપિયાની એત બૅગ સોંપી દીધી હતી. સીબીઆઈની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડેએ આર્યન ખાન કેસમાં એક સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવીને ફ્રીહેન્ડ આપ્યું અને આર્યન ખાનને ગોસાવીની કારમાં એનસીબી કાર્યાલય લાવવામાં આવ્યો. સીબીઆઈએ દાવો કર્યો કે સિદ્ધાર્થ શાહે કહેવાતી રીતે આર્યન ખાનના જૂના મિત્ર અરબાઝ મર્ચેન્ટને ચરસનું સપ્લાય કર્યું હતું, પણ સિદ્ધાર્થને છોડી દેવામાં આવ્યો હતો.