Salman Khan Firing Case: મુંબઈ પોલીસે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક સભ્યની ધરપકડ હરિયાણાથી કરી છે. તેની ઓળખ હરપાલ સિંહ તરીકે થઈ છે.
સલમાન ખાનની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- સોમવારે સાંજે તેના વતનથી ધરપકડ કરી હોવાના પણ અહેવાલ છે
- હરપાલ સિંહને આજે સવારે મુંબઈ લાવવામાં આવ્યો છે
- ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં આ છઠ્ઠી ધરપકડ કરવામાં આવી છે
સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગનાં કેસ (Salman Khan Firing Case)માં સતત નવા અપડેટ સામે આવતા હોય છે. 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર બે મોટરસાઈકલ પર આવેલા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ આ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસની ટીમ સતત કાર્યવાહી કરી છે.
અને આ જ કાર્યવાહી વચ્ચે ફરી મુંબઈ પોલીસનવે મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈ પોલીસે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક સભ્યની ધરપકડ કરી લીધી છે. આ આરોપીની ધરપકડ હરિયાણાથી કરવામાં આવી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
ADVERTISEMENT
કોણ છે આ આરોપી? તપાસમાં સઘઉ આવ્યું છે સામે?
તમને જણાવી દઈએ કે સલમાન ખાન ફાયરિંગ કેસ (Salman Khan Firing Case)માં પકડાયેલા આ આરોપીની ઓળખ હરિયાણાના ફતેહાબાદના રહેવાસી હરપાલ સિંહ તરીકે થઈ છે, તેની ઉંમર 34 વર્ષ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોમવારે સાંજે તેના વતનથી ધરપકડ કરી હોવાના પણ અહેવાલ છે.
આરોપીને લવાયો મુંબઈ, હવે કોર્ટમાં કરાશે રજૂ
ધરપકડ કરવામાં આવેલા આ હરપાલ સિંહને આજે સવારે મુંબઈ લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં આ છઠ્ઠી ધરપકડ કરવામાં આવી છે.
હરપાલ સિંહ આ રીતે જોડાયેલો છે કેસમાં
પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિનાની શરૂઆતમાં ફાયરિંગ કેસ (Salman Khan Firing Case)માં ધરપકડ કરાયેલા બિશ્નોઈ ગેંગના એક સભ્ય મોહમ્મદ રફીક ચૌધરીની પૂછપરછ દરમિયાન હરપાલ સિંહનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ તેને પકડવાની યોજના બનાવટી હતી. અને હવે જઈને પોલીસને સફળતા મળી ગઈ છે. એવા પણ અહેવાલ છે કે હરપાલ સિંહે ચૌધરીને ખાનના ઘરની આસપાસ રેકી કરવા કહ્યું હતું અને તેને 2-3 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
પહેલા પણ પકડાઈ ચૂક્યા છે આ આરોપીઓ
સલમાન ખાન ફાયરિંગ કેસ (Salman Khan Firing Case)માં આ પહેલા પંજાબમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગુજરાતના ભુજમાંથી પણ બે આરોપીને દબોચ્યા હતા. હવે રાજસ્થાન અને હરિયાણામાંથી એક એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ જોતાં જ સમજી શકાય છે સલમાનના ઘર પર થયેલા હુમલામાં કેટલા લોકો સંડોવાયેલા છે.
તમને જણાવી દઈએ કે સલમાન ખાનના ઘરની બહાર કરવામાં આવેલી ફાયરિંગની જવાબદારી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સ્વીકારી હતી. અનમોલે ફેસબુક પર પોસ્ટ કરીને હુમલાની જવાબદારી લીધી હતી. આ સાથે જ લોરેન્સે સલમાન ખાનને ઘણી વખત ખુલ્લેઆમ ધમકી પણ આપી છે. જોકે, અનમોલ અમેરિકામાં છુપાયો હોવાની આશંકા પણ પોલીસને લાગી રહી છે. આ કેસ બાદ પોલીસે આ બંનેને આરોપીઓને વોન્ટેડ સુદ્ધાં જાહેર કર્યા છે.