Saif Ali Khan Attack Case: આખી ઘટનામાં એક યુવકની નોકરી ચાલી ગઈ છે સાથોસાથ તેના લગ્ન પણ તૂટી ગયા છે. તેણે મુંબઈ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
સૈફ અલી ખાનની ફાઇલ તસવીર અને અન્ય પ્રતીકાત્મક તસવીરનો કોલાજ
૧૬મી જાન્યુઆરીના દિવસે એક્ટર સૈફ અલી ખાન પર હુમલો (Saif Ali Khan Attack Case) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જખમી થયા બાદ ૬ દિવસની ટ્રીટમેન્ટ લઇને તે ઘરે પણ પરત ફરી ગયો છે. પરંતુ આ હુમલો કરનારની પોલીસ દ્વારા શોધ ચાલી રહી છે. આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ સુદ્ધાં કરવામાં આવી હતી. અને તેની તપાસ પણ ચાલી રહી છે. માત્ર આ આખી ઘટનામાં એક યુવકનું જીવન જાણે બરબાદ થયુ હોય એવી ખબર સામે આવી છે. આ ઘટના બાદ યુવકની નોકરી ચાલી ગઈ છે સાથોસાથ તેના લગ્ન પણ તૂટી ગયા છે.
નોકરી ગઈ, લગ્ન તૂટ્યાં- ઉપરથી બદનામી સહન કરવી પડી તે જુદી
ADVERTISEMENT
અહેવાલો અનુસાર અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા (Saif Ali Khan Attack Case) બાદ પોલીસ દ્વારા શંકાસ્પદ તરીકે એક વ્યક્તિને દબોચવામાં આવ્યો હતો. આ જ કારણોસર તે વ્યક્તિ પર સમાજે આરોપીનું લેબલ લગાડી હડધૂત કર્યો છે. પોલીસે માત્ર શંકાને આધારે આ યુવકની અટકાયત કરી હતી. પણ આ કારણોસર તે યુવકને નોકરી પરથી તગેડી દેવામાં આવ્યો છે એટલું જ નહીં તેનાં લગ્ન પણ તૂટી ગયા છે. આ સાથે જ આ યુવકનો પરિવાર સમાજમાં થઈ રહેલી તેઓની બદનામીનો પણ સામનો કરી રહ્યો છે.
માત્ર સીસીટીવીને આધારે આ યુવકને પકડાયો હતો
જ્યારે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં ત્યારે હુમલાખોરનો ચહેરો સીસીટીવીમાં કેદ થયેલ જોવા મળ્યો હતો. તેના આધારે પોલીસે એક શકમંદની ધરપકડ (Saif Ali Khan Attack Case) કરી હતી. પરંતુ પાછળથી જાણ થઈ કે આ આરોપી નથી. ત્યારે તેને છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ આ યુવકને બદનામીનો સામનો કરવો પડ્યો છે.
કોણ છે આ યુવક?
આપણે જે યુવકની વાત કરી રહ્યા છીએ તેને મુંબઈ પોલીસની સૂચનાના આધારે રેલ્વે સુરક્ષા દળે 18 જાન્યુઆરીએ છત્તીસગઢના દુર્ગ સ્ટેશન પર મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ-કોલકાતા શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ યુવકનું નામ આકાશ કનોજિયા છે. પાછળથી માલૂમ થયું કે તે નિર્દોષ છે ત્યારે તેને છોડી દેવામાં આવ્યો હતો.
આકાશે જણાવ્યું હતું કે, "મારુ નામ ચર્ચા (Saif Ali Khan Attack Case)માં આવ્યું ત્યારે મારો પરિવાર આઘાતમાં સરી પડ્યો. તેમની આંખોમાં આંસુ હતાં. જ્યારે મીડિયાએ મારો ફોટો બતાડવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે હું આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છું. ત્યારે લોકોએ મને આરોપીની નજરે જોઈ બદનામ કર્યો. આ ઘટના ઘટી ત્યારબાદ પોલીસનો મને ફોન આવ્યો હતો કે તું ક્યાં છે? ત્યારે મેં કહ્યું હતું કે હું ઘરે છું. આટલો સંવાદ થયા બાદ કોલ કટ થઈ ગયો હતો.
આકાશ જણાવે છે કે, મારી વિરુદ્ધ કફ પરેડમાં બે અને ગુરુગ્રામમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. પણ એનો અર્થ એ નથી કે મને કોઈ પણ સંજોગોમાં શંકાસ્પદ તરીકે રાખવામાં આવે. હવે તો મેં નોકરી પણ ગુમાવી છે. હવે હું સૈફ અલી ખાનના ઘરની બહાર ઊભો રહીને જોબ કરવાનું વિચારું છું. બસ, મને ન્યાય જોઈએ છે.