Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લીલાવતી હૉસ્પિટલે સૈફ અલી ખાનની સારવાર માટે ૩૬ લાખ ઇન્શ્યૉરન્સ કંપની પાસે મંજૂરી માટે મોકલતાં ડૉક્ટરનો સવાલ

લીલાવતી હૉસ્પિટલે સૈફ અલી ખાનની સારવાર માટે ૩૬ લાખ ઇન્શ્યૉરન્સ કંપની પાસે મંજૂરી માટે મોકલતાં ડૉક્ટરનો સવાલ

Published : 20 January, 2025 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપનીઓ વધુ પ્રીમિયમનો બોજ લોકો પર નાખે છે. પરિણામે સામાન્ય લોકોના ખિસ્સાને અસર પહોંચે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચોરે ચાકુથી હુમલો કર્યા બાદ સૈફ અલી ખાનની બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ૧૬ જાન્યુઆરીએ મોડી રાતે ઍડ્મિટ કરીને સર્જરી કરવામાં આવી હતી. સૈફ અલી ખાન પાસે જે કંપનીનો મેડિક્લેમ છે એની પાસે લીલાવતી હૉસ્પિટલે ૩૫.૯૫ લાખ રૂપિયા મંજૂરી માટે મોકલાવ્યા હતા, પણ મેડિક્લેમની કંપનીએ ૨૫ લાખ પાસ કર્યા છે. જોકે મુંબઈના કાર્ડિઍક સર્જ્યન ડૉ. પ્રશાંત મિશ્રાએ પ્રીમિયમ હૉસ્પિટલના મસમોટા બિલ સામે સવાલ કર્યા છે. તેમણે પૂછ્યું હતું કે ‘ચાકુથી હુમલો કરવા માટેની સર્જરી માટે પાંચ-સાત દિવસ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા બદલ આટલું મોટું બિલ કેમ બનાવવામાં આવ્યું? મોટા ભાગની હૉસ્પિટલમાં પૅકેજ સિસ્ટમ ફિક્સ કરવામાં આવી છે?’


ડૉ. પ્રશાંત મિશ્રાએ હૉસ્પિટલની ઓપન બિલ સિસ્ટમ સામે સવાલ કર્યા છે. ઓપન બિલ સિસ્ટમમાં સારવાર માટે વધુ ચાર્જ કરવામાં આવે છે જેને લીધે દરદીના બિલમાં વધારો થાય છે. આવી સિસ્ટમથી ઇન્શ્યૉરન્સ કંપનીઓએ હૉસ્પિટલને વધુ રૂપિયા ચૂકવવા પડે છે જેની અસર પ્રીમિયમ પર થાય છે. કંપનીઓ વધુ પ્રીમિયમનો બોજ લોકો પર નાખે છે. પરિણામે સામાન્ય લોકોના ખિસ્સાને અસર પહોંચે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK