Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાનના હુમલાખોરની ભાળ મેળવવા ૪૦,૦૦૦ લોકોને ફુટેજ મોકલ્યાં પોલીસે

સૈફ અલી ખાનના હુમલાખોરની ભાળ મેળવવા ૪૦,૦૦૦ લોકોને ફુટેજ મોકલ્યાં પોલીસે

Published : 19 January, 2025 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી ૧૬ જાન્યુઆરીની સવારે ૭ વાગ્યે દાદરમાં રેલવે-સ્ટેશન, ફુટપાથ ઉપર દેખાયો હતો

સીસીટીવી ફૂટેજ

સીસીટીવી ફૂટેજ


સૈફ અલી ખાન પર અટૅક કરનારા આરોપીને શોધવા પોલીસે ૩૫ જણની ટીમ બનાવી હતી તથા આરોપી છેલ્લે જોવા મળ્યો હતો ત્યાંનાં ફુટેજ ૪૦,૦૦૦ લોકોને શૅર કરવામાં આવ્યાં હતાં. ફુટેજમાં જણાઈ આવે છે કે સૈફના ઘરે હુમલો કર્યો હતો ત્યારે આરોપીએ બ્લૅક ટી-શર્ટ પહેર્યું હતું. બાદમાં બાંદરા રેલવે-સ્ટેશનની આસપાસનાં ફુટેજમાં તેણે પીળું શર્ટ પહેર્યું હોવાનું જણાયું છે. ૧૬ જાન્યુઆરીની સવારે ૭ વાગ્યે દાદરમાં રેલવે-સ્ટેશન, ફુટપાથ ઉપર અને પછી ૯ વાગ્યે કબૂતરખાના પાસેની ઇકરા નામની મોબાઇલની દુકાનમાંથી આરોપીએ ઇઅરફોન ખરીદ્યો હોવાનું જણાયું છે. આ સમયે તેણે બ્લુ-શર્ટ પહેર્યું હોવાનું ફુટેજમાં જણાઈ આવ્યું છે.


આરોપીએ દાદરની ઇકરા નામની દુકાનમાંથી ઇઅરફોન ખરીદવા માટે ૧૦૦ રૂપિયાની નોટ દુકાનના કર્મચારી હસનને આપી હતી. હસને ઇઅરફોનની સાથે આરોપી યુવકને ૫૦ રૂપિયા પાછા આપ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઇઅરફોન ખરીદનારા યુવકે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હોવાનું પોતાને જાણ ન હોવાનું હસને પોલીસને કહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2025 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK