જાગ્યા બાદ આરોપીએ બાંદરા રેલવે સ્ટેશનથી ચર્ચગેટ તરફ જતી ૮.૩૬ની ટ્રેન પકડી હતી અને ૮.૪૫ વાગ્યે તે દાદર ઊતર્યો હતો.
આરોપી મોહમ્મદ શહજાદ
સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કર્યા બાદ આરોપી મોહમ્મદ શહજાદ સડસડાટ બિલ્ડિંગનાં પગથિયાં ઊતરીને સતગુરુ શરણ સોસાયટીની બહાર નીકળી ગયો હતો. સોસાયટીની બહાર નીકળ્યા બાદ સવારે ૭ વાગ્યા સુધી તે સૈફના ઘર પાસેના બસ-સ્ટૉપ પર ઊંઘ્યો હોવાનું પોલીસ-તપાસમાં જણાઈ આવ્યું છે. જાગ્યા બાદ આરોપીએ બાંદરા રેલવે સ્ટેશનથી ચર્ચગેટ તરફ જતી ૮.૩૬ની ટ્રેન પકડી હતી અને ૮.૪૫ વાગ્યે તે દાદર ઊતર્યો હતો. એ પછી તેણે દાદરથી ૯ વાગ્યે ઇઅરફોન ખરીદ્યા હતા.