Sadhu Attacked in Mumbai: જુલાઈ મહિનામાં પણ મુંબઈના મલાડમાં મંદિર પરિસરમાં 67 વર્ષના પૂજારી પર એક યુવક દ્વારા છરીથી હુમલો કરવાની ઘટના બની હતી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
મુંબઈમાં શનિવારે રાત્રે હિન્દુ પૂજારીઓ પર હુમલો કરવાની ઘટના બની હતી. મુંબઈમાં મોડી રાત્રે પાંચ લોકોએ મળીને બે પૂજારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને પૂજારી ગંભીર રીતે (Sadhu Attacked in Mumbai) ઘાયલ થયા હતા. હુમલાખોરોએ બંને પૂજારીઓ પર લાકડીઓ અને છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે હવે મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીઓની શોધ માટે તપાસ શરૂ કરી છે.
પાંચ લોકોએ પૂજારીઓ પર હુમલો કર્યો
ADVERTISEMENT
મુંબઈમાં બનેલી આ ઘટના અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે રવિવાર 18 ઑગસ્ટ 2024 ની રાત્રે મુંબઈમાં પૂજા કરીને બે પૂજારીઓ તેમના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પાંચ લોકોએ મળીને લાકડીઓ અને છરી વડે તેમના પર હુમલો કર્યો હતો, આ હુમલામાં બંને પૂજારીઓને જખમી થયા હતા. હુમલાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી (Sadhu Attacked in Mumbai) હતી જો કે તે પહેલા આ બધા આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. મુંબઈ પોલીસે આ હુમલાના સંબંધમાં બે લોકોની અટકાયત કરી છે અને બાકીના ત્રણ આરોપીઓની શોધ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ખિલારે અને છોટુ મણિહાર નામના બે લોકો સામેલ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે હુમલા પાછળનું કારણ જાણવા અને બાકીના આરોપીઓને પકડવા માટે કડક તપાસ કરવામાં આવી રહી છે.
Shocking video is from Mumbai where a few unknown men allegedly attacked priests returning after worship in the Kandivali Laljipada area. #Mumbai #Maharashtra #kandivali pic.twitter.com/Wa8DJj2XP3
— Gopi K (@kmgnath) August 18, 2024
આ સાથે તમને જણાવવાનું કે આ પહેલા જુલાઈ મહિનામાં પણ મુંબઈના મલાડમાં મંદિર પરિસરમાં 67 વર્ષના પૂજારી પર એક યુવક દ્વારા છરીથી હુમલો કરવાની ઘટના બની હતી. આ ઘટનામાં આરોપીને પૂજારી (Sadhu Attacked in Mumbai) દ્વારા થોડા મહિના પહેલા મંદિરની ગાયોની દેખરેખના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો જેને કારણે તેણે આ હુમલો કર્યો હોવાનું કહેવામાં આવે છે. આ પહેલા પણ બાળકોને ઉપાડી જવા સાધુ આવ્યા છે એવી ખોટી અફવા ઊડતાં પાલઘરમાં ગામલોકોના ટોળાએ બે સાધુઓને મારી નાખવાની ઘટના બની હતી. તે બાદ આવી જ એક ઘટનાનું પુનરાવર્તન પાલઘરમાં થવાનું હતું, પણ ભલું થજો એ પહેલી ઘટના બાદ પોલીસે નીમેલા પોલીસ કૉન્સ્ટેબલનું જેણે તરત જ આ બાબતે વાનગાંવ પોલીસને પણ જાણ કરતાં પોલીસની ટીમ તરત ( Sadhu Attacked in Mumbai) પહોંચી ગઈ હતી. પોલીસ પૂછપરછમાં એ બંને સાધુઓ ભિક્ષા માગવા જ આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું અને એ બંનેને મૉબ-લિંચિંગથી બચાવી લેવાયા હતા. એની સાથે જ ગામવાસીઓને પણ આવું ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.