મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં અચાનક એક મુસાફરને કારણે હોબાળો (Ruckus In Mumbai Flight) મચી ગયો હતો. જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
Ruckus In Mumbai Flight: મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં અચાનક એક મુસાફરને કારણે હોબાળો મચી ગયો હતો. જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે, સાંભળતા જ જાણે બધા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ગભરાટ (Ruckus In Mumbai Flight)ફેલાઈ ગયો હતો.
શું છે સમગ્ર મામલો?
ADVERTISEMENT
વાસ્તવમાં, મુંબઈથી લખનૌની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના મોહમ્મદ અયુબે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો હતો. આ પછી તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
એક અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 5264માં બેઠેલા એક મુસાફરે આ વાત કહી હતી.
મુસાફરની ધરપકડ કરવામાં આવી
એરપોર્ટ પોલીસે મુસાફર અયુબની અટકાયત કરી અને તેની સામે IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે કહ્યું કે તેઓ આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું. મુસફરે અચાનક આવું કેમ કહ્યું? આવું પગલું ભરવા પાછળનો તેનો કોઈ ઉદ્દેશ હતો કે નહીં તે સમગ્ર બાબતને તપાસ કરવામાં આવી રહી છે.