ગુરુવારે પરોઢિયે મરીન ડ્રાઇવ પર આ બંદોબસ્ત હેઠળ એક કારને રોકીને પૂછપરછ કરી એની તપાસ કરવામાં આવતાં કારમાંથી ૧૦.૮૦ કરોડ રૂપિયાના ભારતીય મૂલ્યની વિદેશી કરન્સી મળી આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
હાલ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ઇલેક્શન કમિશનની સ્ટૅટિક સર્વેલન્સ ટીમ અને પોલીસે ગેરકાયદે પૈસાની હેરફેર ન થાય એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગુરુવારે પરોઢિયે મરીન ડ્રાઇવ પર આ બંદોબસ્ત હેઠળ એક કારને રોકીને પૂછપરછ કરી એની તપાસ કરવામાં આવતાં કારમાંથી ૧૦.૮૦ કરોડ રૂપિયાના ભારતીય મૂલ્યની વિદેશી કરન્સી મળી આવી હતી. એમાં અમેરિકન ડૉલર અને સિંગાપોર ડૉલરનો સમાવેશ થાય છે. વધુ પૂછપરછ કરતાં એ કારમાં હાજર વ્યક્તિએ કહ્યું હતું કે આ ફૉરેન કરન્સી બૉમ્બે મર્કન્ટાઇલ કો-ઑપરેટિવ બેન્કની છે જે ઍરપોર્ટથી બૅન્કમાં લઈ જવાઈ રહી છે. જોકે એમ છતાં હાલ પૂરતી ઇલેક્શન કમિશને એ કરન્સી કસ્ટમ્સને સોંપી હતી અને એની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.