Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભુલેશ્વરમાં આંગડિયાના કર્મચારીઓને લૂંટી લેવાયા

ભુલેશ્વરમાં આંગડિયાના કર્મચારીઓને લૂંટી લેવાયા

Published : 24 December, 2024 12:23 PM | Modified : 24 December, 2024 12:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પોલીસે આ વિશે જણાવતાં કહ્યું હતું કે, ઇન્દ્રકુમાર અને તેનો સાથી અનુરાગસિંહ ઉમેશ રાજપૂત તેમની આંગડિયા કંપનીના દસ લાખ રૂપિયા લઈને આવી રહ્યા હતા.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ભુલેશ્વરમાં રહેતા અને આંગડિયાને ત્યાં કામ કરતા ઇન્દ્રકુમાર મોતીલાલ પ્રજાપતિ અને તેના સાથીદારને બે લૂંટારાઓએ હથિયારથી ધમકાવીને અને પેપર-સ્પ્રે છાંટીને લૂંટી લેવાની ઘટના  ગુલાલવાડીના નાકા પર ગઈ કાલે બની હતી. 


મુંબઈ પોલીસે આ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘ઇન્દ્રકુમાર અને તેનો સાથી અનુરાગસિંહ ઉમેશ રાજપૂત તેમની આંગડિયા કંપનીના દસ લાખ રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે લૂંટારાઓએ તેમને ગુલાલવાડીના નાકા પર આવેલી શ્રીનાથ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે આંતર્યા હતા. લૂંટારાઓએ તેમને હથિયાર બતાવી ધમકાવ્યા હતા અને ત્યાર બાદ તેમની આંખમાં પેપર-સ્પ્રે છાંટી તેમની પાસેના દસ લાખ રૂપિયા ઝૂંટવીને નાસી ગયા હતા. પોલીસે હાલ લૂંટનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવી એના આધારે લૂંટારાઓને ઝડપી લેવાના પ્રયાસ ચાલુ કરાવવામાં આવ્યા છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK