રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકને જામિન મળ્યા
ફાઈલ ફોટો
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડ્રગ્સના એંગલની તપાસ કરતા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં કરાયેલા લોકોમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી (Showik Chakraborty), સુશાંતનો સ્ટાફ સેમ્યુઅલ મીરાન્ડા અને દીપેશ સાવંત સહિત કેટલાક ડ્રગ્સ પેડલર્સ સામેલ હતા. હવે લગભગ 3 મહિનાથી વધુ સમય પછી આ કેસમાં શૌવિક ચક્રવર્તીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બુધવારના શૌવિકની જામીન અરજી પર સુનાવણી કરતા મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે શૌવિકને જામીન આપી દીધા છે. આ કેસમાં રિયા ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાવંતને પહેલા જ જામીન પર મુક્ત કરી દેવાયા છે. એનસીબી દ્વારા રિયા અને શૌવિક પર આરોપ મૂકાયો છે કે તે ડ્રગ્સના વેચાણ અને ખરીદીમાં સામેલ છે, તેનો ઉપયોગ કરે છે અને તેમાં સામેલ છે.
ડ્રગ ચેટ કેસમાં એનસીબીએ રિયા ચક્રવર્તી ઉપરાંત તેના ભાઇ શૌવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાવંત સહિત અનેક કથિત ડ્રગના પેડલર્સની ધરપકડ કરી હતી. આ સિવાય એનસીબીએ આ મામલામાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીતની પણ પૂછપરછ કરી હતી.

