રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી 20મી ઑક્ટોબર સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં
રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સંબંધિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને (Showik Chakraborty) ફરી એકવાર કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. વિશેષ એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને અન્યની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઑક્ટોબર સુધી લંબાવી છે. સુશાંતસિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી સહિત 18 આરોપીઓની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો આજે પુરો થવામાં હતો અને વિશેષ અદાલતે છેલ્લે જ્યુડિશ્યલ કસ્ટડી 20 ઑક્ટોબર સુધી લંબાવી દિધી છે.
તાજેતરમાં હાઈકોર્ટે રિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો. નીચલી અદાલત દ્વારા રિયાની જામીન અરજી અગાઉ બે વાર નામંજૂર કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક અને અન્ય આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. રિયાની ધરપકડ 9મી સપ્ટેમ્બરે થઇ હતી. આ તરફ સુશાંતની બહેેને પણ રિયાએ તેની સામે નોંધાવેલી ફરિયાદને નકારવી જોઇએ તેવી અરજી બોમ્બે હાઇ કોર્ટમાં કરી હતી.

