Balcony Collapsed at Grant Road: મુંબઈ ફાયર બ્રિગેડે શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે સવારે 11.00 વાગ્યે આ ઘટનાની માહિતી જાહેર કરી હતી.
ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક રૂબિનિસા મંઝિલ બીલ્ડિંગની બાલ્કની શનિવારે વહેલી સવારે આંશિક રીતે તૂટી પડી હતી (તસવીર: અનુરાગ આહિરે)
મુંબઈ સહિત તેની આસપાસના શહેરોમાં ગઇકાલે રાતથી આજે શનિવાર 20 જુલાઈએ પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં મુંબઈગરાઓની લાઈફ જાણે સ્લો થઈ ગઈ હોય એવું ચિત્ર છે. તેમ જ ભારે વરસાદ વચ્ચે ગ્રાન્ટ રોટ (Balcony Collapsed at Grant Road) નજીક એક ઈમારતનો ભાગ તૂટી પાડવાની ઘટના બની હતી. આ બીલ્ડિંગની બાલ્કની પડી જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો હજી પણ અનેક લોકો જખમી થયા હોવાના સમાચાર આવી રહ્યા છે તેમ જ ફસાયેલા લોકોનું રેસક્યું મિશન ચાલી રહ્યું છે.
પશ્ચિમ રેલવેના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક રૂબિનિસા મંઝિલ બીલ્ડિંગની બાલ્કની શનિવારે વહેલી સવારે આંશિક રીતે તૂટી પડી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે સવારે 11.00 વાગ્યે આ ઘટનાની માહિતી જાહેર કરી હતી. બાલ્કની અને સ્લેબની (Balcony Collapsed at Grant Road) જેમ ચાર માળના બીલ્ડિંગનો બીજો અને ત્રીજો માળ પણ તૂટી પડ્યો હતો. તો કેટલાક ટુકડાઓ જોખમી રીતે લટકી પડ્યા છે, જે રહેવાસીઓ માટે નોંધપાત્ર રીતે જોખમી છે જેથી તેને કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ માળખું તૂટી પડતાં સાતથી આઠ લોકો હાલમાં ચોથા માળ પર ફસાયેલા છે, એમ ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
View this post on Instagram
અગ્નિ શમન દળના અધિકારીએ આપેલી માહિતી મુજબ બચાવ કાર્ય (Balcony Collapsed at Grant Road) ચાલી રહ્યું છે, જેમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સવારે 11.06 વાગ્યે, અગ્નિ શમન દળે લેવલ વન કૉલ જાહેર કર્યો છે જેમાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને વોર્ડના કર્મચારીઓ જેવી અનેક સેવાઓની મદદ લોકો લઈ શકે છે. આ ઘટના સ્થળે ચાર ફાયર એન્જિન, એક ક્વિક રિસ્પોન્સ વાહન, એક બચાવ વાહન અને ટર્નટેબલ સીડી છે માહિતી મળ્યા બાદ તહેનાત કરવામાં આવ્યા હતા.
ઘટનામાં ઘાયલ ચાર લોકોને ભાટિયા હૉસ્પિટલમાં દાખલ (Balcony Collapsed at Grant Road) કરવામાં છે જેમાં કમનસીબે લગભગ 70 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે બાકીના ત્રણ પર સારવાર ચાલી રહી છે. અપડેટમાં, BMCએ જણાવ્યું કે મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા 12.50 વાગ્યા સુધીમાં છ મહિલાઓ અને એક બાળક સહિત 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ લોકોમાં અતુલ શાહ (55), નિકેશ શાહ (26) અને વિજય આનંદ (25) એમ ત્રણ લોકોને ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, બીલ્ડિંગ ધરાશાયી થવાને કારણે મુંબઈ ટ્રાફિક પોલીસે સ્ટેશન રોડને વાહનોની અવરજવર માટે બંધ કરી દીધો છે અને પરિસ્થિતિ ગંભીર છે, બચાવ પ્રયાસો ચાલુ છે. આ ઘટના બાબતે હજી અપડેટ્સ આવવાના બાકી છે એમ પણ બીએમસી અધિકારીએ કહ્યું હતું.