Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈંદરના ઉત્તન-વિરાર વચ્ચેની સી-લિન્ક યોજનાનો રિપોર્ટ તૈયાર

ભાઈંદરના ઉત્તન-વિરાર વચ્ચેની સી-લિન્ક યોજનાનો રિપોર્ટ તૈયાર

Published : 03 January, 2025 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંચાવન કિલોમીટરના આ પ્રોજેક્ટના રિપોર્ટને ૧૫ દિવસમાં મંજૂરી માટે સરકાર પાસે મોકલવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તનથી વિરાર વચ્ચે પંચાવન કિલોમીટર લાંબી સી-લિન્ક બનાવવાનો નિર્ણય લીધો છે. આ યોજના માટેનો સવિસ્તર રિપોર્ટ અંતિમ તબક્કામાં છે. યોજનાનો આ રિપોર્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ ગયા બાદ આગામી ૧૫ દિવસમાં એ સરકારમાં મંજૂરી મેળવવા માટે મોકલવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.


મુંબઈની ટ્રાફિકની ગંભીર બની ગયેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને લોકો ઝડપથી એકથી બીજા સ્થળે જઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા સી-લિન્ક અને કોસ્ટલ રોડ બાંધવામાં આવી રહ્યાં છે. દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવથી બાંદરા-વરલી સી-લિન્ક સુધીના કોસ્ટલ રોડનું કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કર્યું છે અને હવે બાંદરાથી વર્સોવા સુધીના કોસ્ટલ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આવી જ રીતે વર્સોવાથી ઉત્તન સુધી MMRDA દ્વારા સી-લિન્કનું કામ કરવામાં આવી રહ્યું છે. MMRDA જ ભાઈંદરના ઉત્તનથી વિરાર સુધીના પંચાવન કિલોમીટર લંબાઈના સી-લિન્ક રોડની યોજના બનાવવામાં આવી છે. આ યોજનાના બીજા તબક્કામાં વિરારથી પાલઘર સુધી‌ સી-લિન્ક બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ વિરારથી નરીમાન પૉઇન્ટ સુધી વાહનમાર્ગે સડસડાટ પહોંચી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK