ટીરા એપ અને વેબસાઈટનું ઉદ્ઘાટન કરવાની સાથે, રિલાયન્સ રિટેલે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ ડ્રાઈવમાં તેના ફ્લેગશિપ ટીરા સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી.
ટીરા લૉન્ચ દરમિયાનની તસવીર
રિલાયન્સ રિટેલ લિમિટેડ, ભારતની સૌથી મોટી રિટેલરે આજે ટીરા, એક ઓમ્ની-ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ પ્લેટફૉર્મ આખા ભારતમાં સૌંદર્ય ઉત્સાહીઓને સીમલેસ અને વ્યક્તિગત શોપિંગ અનુભવ આપે છે.
ટીરા એપ અને વેબસાઈટનું ઉદ્ઘાટન કરવાની સાથે, રિલાયન્સ રિટેલે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ ડ્રાઈવમાં તેના ફ્લેગશિપ ટીરા સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
ટેક્નોલોજી અને કસ્ટમાઇઝ્ડ અનુભવો દ્વારા સંચાલિત ઓમ્નિચૅનલ રિટેલ કન્સેપ્ટ, ટીરા શ્રેષ્ઠ વૈશ્વિક અને ઘરેલુ બ્રાન્ડ્સનું ક્યુરેટેડ કૉન્સેપ્ટ આપે છે, જે તેને દરેક વસ્તુની સુંદરતા માટેનું બેસ્ટ સ્થળ બનાવે છે. દેવી રતિ જે પ્રેમ, જુસ્સો અને સૌંદર્યનું પ્રતીક છે તેનાથી પ્રેરિત, ટીરાનું લોન્ચ રિલાયન્સ રિટેલના બહુવિધ રિટેલ ફોર્મેટ દ્વારા ભારતીય ગ્રાહકો માટે બેસ્ટ પ્રોડક્ટ્સ લાવવાના વિઝનને અનુરૂપ છે.
ઈશા અંબાણી- એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ લિમિટેડની હોલ્ડિંગ કંપની), લૉન્ચ દરમિયાન કહ્યું કે, “અમે અમારા ભારતીય ગ્રાહકો સુધી ટીરાનો અનુભવ પહોંચાડવા માટે ઉત્સાહિત છીએ. ટીરા સાથે, અમારું લક્ષ્ય સૌંદર્ય ક્ષેત્રના અવરોધોને તોડી પાડવા અને તમામ વિભાગોમાં ગ્રાહકો માટે સૌંદર્યને લોકશાહી બનાવવાનું છે. ટીરા માટેનું અમારું વિઝન સુલભ છતાં મહત્વાકાંક્ષી સૌંદર્ય માટેનું ટૉપ મોસ્ટ સૌંદર્ય સ્થળ બનવાનું છે, જે સર્વસમાવેશક છે અને જે ભારતમાં સૌથી વધુ પ્રિય સૌંદર્ય રિટેલર બનવાનું મિશન છે.”
ટીરાનું ઑનલાઈન પ્લેટફોર્મ સ્પષ્ટ અને ક્લટર-ફ્રી ઈન્ટરફેસ સાથે નેવિગેટ કરવા માટે સરળ છે જે તમામ યોગ્ય બોક્સને ટિક કરે છે. તે શોપેબલ વીડિયોઝ, બ્લૉગ્સ, ટ્યુટોરિયલ્સ, ટ્રેન્ડ-સેટિંગ ટિપ્સ, વ્યક્તિગત ભલામણો અને વર્ચ્યુઅલ ટ્રાય-ઓન સુવિધા પણ આપે છે, જે ગ્રાહકોને તેમના ઘરે આરામથી અજમાવવા માટે સરળ છે.
Jio વર્લ્ડ ડ્રાઇવ પર ટીરા સ્ટોર 4,300 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેને લંડન-હેડક્વાર્ટર ઇનોવેશન સ્ટુડિયો, Dalziel & Pow દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તાજ મહેલ તોડી નાખો અને મંદિર બનાવો: આ બીજેપી નેતાએ PM મોદી સમક્ષ કરી માગ
ટીરા સ્ટોર્સ ક્યુરેટેડ સેવાઓ અને ઉચ્ચ પ્રશિક્ષિત ટીરા સૌંદર્ય સલાહકારો દ્વારા આપવામાં આવેલ બેસ્ટ યૂઝર એક્સપિરિયન્સ પર ફોકસ કરીને બનાવ્યું છે. અનન્ય સ્ટોર અનુભવ વૈવિધ્યપૂર્ણ દેખાવ બનાવવા માટે વર્ચ્યુઅલ ટ્રાય-ઑન જેવા નવીનતમ બ્યુટી ટેક ટૂલ્સ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ જે ગ્રાહકોને તેમની જરૂરિયાતોને આધારે ખરીદીના નિર્ણયો લેવા માટે મદદ કરશે. આ ઉપરાંત, ટીરા સ્ટોર્સમાં પર્સનલાઈઝ્ડ બાઈંગ માટે ગિફ્ટિંગ સ્ટેશનો પણ હશે. FRAGRANCE FINDER લૉન્ચ કરનાર ટીરા ભારતમાં ફર્સ્ટ સ્પેશ્યલાઈઝ્ડ બ્યુટી રિટેલર પણ હશે, જે એક સિગ્નેચર એક્સપિરિયન્સ છે જે ગ્રાહકોને તેમની પસંદગીની સૌથી નજીકની સુગંધ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.