ભારતમાં યુએસ મિશને ૨૦૨૩માં ૧૨ લાખ નૉન-ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયા કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ ભારતમાં યુએસ મિશને ૨૦૨૩માં ૧૨ લાખ નૉન-ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયા કરી હતી. એમાંથી યુએસ કૉન્સ્યુલેટ જનરલ, મુંબઈએ ૪૦,૦૦૦ કરતાં વધુ વિઝા પ્રૉસેસ કર્યા છે જે અત્યાર સુધીનો રેકૉર્ડ છે. યુએસ કૉન્સ્યુલેટ જનરલ, મુંબઈએ રેકૉર્ડ-બ્રેકિંગ વર્ષની ઉજવણી કરી અને ૨૦૨૩માં અરજદારો માટે વિઝિટર વિઝા ઇન્ટરવ્યુના સ્પેશ્યલ સેટર-ડેએ વિઝા વેઇટ ટાઇમમાં ઘટાડો કર્યો છે. આ સિમ્બૉલિક નંબર ભારતમાં વિઝા પ્રોસેસિંગ માટેના લૅન્ડમાર્ક વર્ષને યાદગાર બનાવે છે. કૉન્સ્યુલેટ યુએસએ વિઝાની અભૂતપૂર્વ માગને પહોંચી વળવા માટે આ વધારાના શનિવારે ઇન્ટરવ્યુ યોજાયા હતા. કૉન્સલ જનરલ માઇક હેન્કીએ રિલીઝમાં જણાવ્યું હતું કે ‘અમે અમારા બન્ને દેશો વચ્ચેના સંબંધને મહત્ત્વ આપીએ છીએ અને યુનાઇટેડ સ્ટેટ્સ-ભારત વચ્ચે સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા કામ કરીએ છીએ. આજનો સ્પેશ્યલ શનિવાર આગામી વર્ષમાં વિઝિટર વિઝા વેઇટ ટાઇમને ઘટાડવા નવા ઉકેલનો ઉપયોગ અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે.’ આ ઉનાળામાં ભારતમાં યુએસ મિશને રેકૉર્ડ સંખ્યામાં (લગભગ ૯૦,૦૦૦) સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. ૨૦૨૨-’૨૩ શૈક્ષણિક વર્ષ દરમ્યાન યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૫ ટકાનો વધારો થયો છે, જે ૨,૬૮,૦૦૦થી વધુ ઑલ ટાઇમ હાઈ છે.