આ વિધાન મુદ્દે હોબાળો મચ્યા બાદ અને વિપક્ષોએ તેમના પર નિશાન તાક્યા બાદ રવિ રાણાએ ફેરવી તોળ્યું હતું
રવિ રાણા
મહારાષ્ટ્રમાં અમરાવતી જિલ્લાના બડનેરા વિધાનસભા મતદારસંઘના અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ કહ્યું હતું કે ‘વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો મહિલાઓ તેમને ફરી ચૂંટી નહીં કાઢે તો લાડકી બહિણ યોજના હેઠળ જે ફન્ડ તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે એને પાછું લઈ લેવામાં આવશે. ચૂંટાઈ આવ્યા બાદ આ ફન્ડની રકમ ૧૫૦૦માંથી ૩૦૦૦ રૂપિયા કરવામાં આવશે. હું તમારો ભાઈ છું, પણ જો તમે મને આશીર્વાદ નહીં આપો તો હું તમારા ખાતામાંથી ૧૫૦૦ રૂપિયા કાઢી લઈશ.’
આ વિધાન મુદ્દે હોબાળો મચ્યા બાદ અને વિપક્ષોએ તેમના પર નિશાન તાક્યા બાદ રવિ રાણાએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે મેં તો મજાકમાં આમ કહ્યું હતું. લાડકી બહિણ યોજનામાં લાભાર્થી મહિલાને દર મહિને ૧૫૦૦ રૂપિયાનું ફન્ડ મળશે.