Raveena Tandon Road Rage: શનિવારે 1 જૂનની રાત્રીએ અભિનેત્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પોતાની કાર સાથે જઇ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કી હાઇલાઇટ્સ
- ડ્રાઇવરે ત્રણ મહિલાઓને સામે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા
- ભીડે વારંવાર અભિનેત્રી રવીના ટંડન અને તેમના ડ્રાઇવર પર હુમલો કર્યો હતો
- લોકોની ભીડ જમા થઈ ગઈ હતી તેમ જ ભીડે ડ્રાઈવર પર પણ હુમલો કર્યો હતો
અભિનેત્રી રવિના ટંડનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી અને તેના ડ્રાઈવર પર મારપીટ (Raveena Tandon Road Rage)નો આરોપ મૂકવામાં આવ્યો છે.
ક્યારે અને શું બની હતી ઘટના?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે શનિવારે 1 જૂનની રાત્રીએ અભિનેત્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પોતાની કાર સાથે જઇ રહી હતી. તે દરમિયાન જ તેણે ત્રણ લોકો સાથે દુર્વ્યવહાર ક(Raveena Tandon Road Rage) ર્યો હોવાનું સામે આવ્યું છે. તેણે ત્રણ મહિલાઓને સામે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા. એટલું જ નહીં તેઓ સાથે તેણે બોલાચાલી કરી હતી. અને મારપીટ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. એવા પણ અહેવાલ છે કે રવિનાને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવી હતી.
વાયરલ વિડીયોમાં શું જોવા મળી રહ્યું છે?
આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અભિનેત્રી સૌને વિનંતી કરતી જોવા મળે છે અને તે કહી રહી છે કે, "હું જાણું છું કે તે લોહીલુહાણ છે. મારા ડ્રાઇવરને હાથ ન લગાડશો. હું તમને વિનંતી કરું છું. કૃપા કરીને આવું ન કરો."
અભિનેત્રી વારંવાર ઉશ્કેરાયેલી ભીડને વિનંતી (Raveena Tandon Road Rage) કરતી રહી પણ તે વચ્ચે ભીડે વારંવાર અભિનેત્રી રવીના ટંડન અને તેમના ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. વળી, આ વીડિયોમાં ભીડના એક સભ્યને એમ ખેત પણ સાંભળી શકાય છે કે, "તમારો ડ્રાઇવર કેમ ભાગ્યો? તેણે મારી ઉપર હુમલો કર્યો. મારા નાકમાંથી લોહી આવી રહ્યું છે. તમારો ડ્રાઇવર અમારા સામે લાવો."
કોણ છે ફરિયાદી? જેણે રવીના ટંડન સામે નોંધાવી ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર બાન્દ્રાના રહેવાસી મોહમ્મદે અભિનેત્રી રવીના ટંડન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે અભિનેત્રી દારૂના નશામાં ધૂત હતી અને તેણે એક સ્ત્રી સાથે દુર્વ્યવહાર કર્યો અને હુમલો પણ કર્યો હતો. જ્યારે તેણે ખાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે પોલીસે અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા ઇનકાર કર્યો હતો.
આ મામલે પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે આ ઘટના શનિવારની મોડી રાત્રે બાન્દ્રા વેસ્ટ ખાતે કાર્ટર રોડ પર રિઝવી કોલેજની નજીક બની હતી. અભિનેત્રીની કાર એક પરિવાર સાથે અથડાઈ હતી. આ કારમાં સવાર એક મહિલા, તેની પુત્રી અને ભત્રીજીને માથા અને નાકમાં ઇજાઓ થઈ હતી.
આ રોડ રેજ ઘટના (Raveena Tandon Road Rage)માં ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે અભિનેત્રીના ડ્રાઈવરે કારમાંથી બહાર આવીને તેની માતા અને પુત્રી સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને મારામારી પણ કરી હતી. આ કારણે સ્થળ પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી તેમ જ ભીડે ડ્રાઈવર પર હુમલો કર્યો હતો.
જ્યારે મામલો ઉગ્ર બન્યો ત્યારે અભિનેત્રી રવીના ટંડને બહાર આવીને તેના ડ્રાઈવરનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદકર્તાએ વધુ આક્ષેપ કર્યો કે અભિનેત્રી રવીના ટંડન દારૂના નશામાં હતી. અત્યારે ખાર પોલીસ આ મામલાની તપાસમાં લાગેલી છે.