રતન તાતાના અવસાન પછી તેમની સાથેનાં સંસ્મરણો અને સ્મૃતિઓ સોશ્યલ મીડિયામાં રોજેરોજ જાણવા મળી રહ્યાં છે. તેમની સાલસતા, નિખાલસતા અને નમ્રતાના કિસ્સા એક દળદાર પુસ્તક લખાય એટલાબધા છે.
લાઇફ મસાલા
MBA ગ્રૅજ્યુએટ્સ સાથે રતન તાતા
રતન તાતાના અવસાન પછી તેમની સાથેનાં સંસ્મરણો અને સ્મૃતિઓ સોશ્યલ મીડિયામાં રોજેરોજ જાણવા મળી રહ્યાં છે. તેમની સાલસતા, નિખાલસતા અને નમ્રતાના કિસ્સા એક દળદાર પુસ્તક લખાય એટલાબધા છે. આવો એક કિસ્સો ટોની સેબૅસ્ટિયન નામની વ્યક્તિએ લિન્ક્ડઇન પર કહ્યો છે. તેમણે એક ગ્રુપ-ફોટો મૂક્યો છે જેમાં રતન તાતા વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓની જેમ ઘૂંટણિયે બેઠા છે. રતન તાતાએ MBAના બાવન ગ્રૅજ્યુએટ્સ સાથે એક ગ્રુપ-ફોટો પડાવ્યો હતો. આ ગ્રૅજ્યુએટ્સ સાથે રતન તાતાનું એક સેશન હતું અને એ પછી ગ્રુપ-ફોટો પડાવવાનો હતો. રતન તાતા માટે એક ખુરસી મૂકવામાં આવી, પણ તેમણે એ દૂર મૂકી દીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે પહેલી હરોળમાં પોતે પણ ઘૂંટણિયે બેસી ગયા હતા. સૌ વિદ્યાર્થીઓ તેમને ના પાડતા રહ્યા, આજીજી કરતા રહ્યા; પણ એ તો રતન તાતા હતા, નિર્દોષ સ્મિત આપતાં ઘૂંટણ પર બેસી ગયા અને ફોટો પડાવ્યો.