Ratan Tata Last Rites: ટ્રાફિક એડવાઇઝરી મુજબ રતન તાતાના અંતિમ સંસ્કાર માટે વરલીના જીજામાતા નગરના સ્મશાનગૃહમાં નોંધપાત્ર લોકો જમા થવાની અપેક્ષા છે.
રતન ટાટાના પાર્થિવને નરીમન પોઈન્ટ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે: તસવીર/શાદાબ ખાન
રતન તાતાના નિધનથી આખા દેશના શોક મનાવવામાં આવી રહ્યો છે. હજારો લોકો તેમના અંતિમ દર્શન માટે નરીમન પોઈન્ટ પહોંચી તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી રહ્યા છે. આજે અંદાજે ચાર વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ પર અંતિમ સંસ્કાર કરવામાં અવવાનો છે. જોકે રતન તાતાની અંતિમ (Ratan Tata Last Rites) યાત્રામાં હજારો લોકો જોડતા મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ શકે છે જેને પગલે મુંબઈ પોલીસે ગુરુવારે શહેરના આ વિસ્તારો માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રાફિક એડવાઇઝરી મુજબ રતન તાતાના અંતિમ સંસ્કાર માટે વરલીના જીજામાતા નગરના સ્મશાનગૃહમાં નોંધપાત્ર લોકો જમા થવાની અપેક્ષા છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે રતન તાતાની અંતિમ યાત્રામાં (Ratan Tata Last Rites) સંભવિત મોટી ભીડનું સંચાલન કરવા માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે, ખાસ કરીને વર્લી વિસ્તારના ડૉ. એની બેસન્ટ રોડ પર અને મધ્ય મુંબઈના ભાગો માટે. પોલીસે જણાવ્યું કે બપોરે એક વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ડૉ. ઈ. મોસેસ રોડ અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા લોકો સિવાય તમામ વાહનો માટે બંધ રહેશે. ઉપસ્થિત લોકો અને સ્થાનિક રહેવાસીઓ બન્નેની સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
કેશવ રાવ ખાડે રોડ થઈને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન (Ratan Tata Last Rites) જંકશનનો ઉપયોગ કરો, પછી લાલા લજપત રાય રોડ થઈને હાજી અલી જંકશન તરફ આગળ વધો, અને રજની પટેલ (લોટસ જંકશન), ડૉ. એની બેસન્ટ રોડ અને છેલ્લે વરલી નાકામાં ઇચ્છિત સ્થાન પર વાહનચાલકો સેનાપતિ બાપટ રોડનો ઉપયોગ કરી શકે છે, એનએમ જોશી રોડ પર ડાબો વળાંક લઈ શકે છે, ત્યારબાદ પાંડુરંગ બુધકર રોડ અને જીએમ ભોસલે રોડ પર ડાબે વળાંક લઈ વર્લી નાકા વિસ્તાર સુધી પહોંચી શકે છે.
મહાલક્ષ્મી રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે ડૉ. એની બેસન્ટ રોડ, પછી ગફાર ખાન (Ratan Tata Last Rites) જંક્શનથી રજની પટેલ (લોટસ જંકશન), લાલા લજપત રાય હાજી અલી જંકશનનો ઉપયોગ કરો અને કેશવ રાવ ખાડે રોડ પર જમણો વળાંક લઈને જીએમ ભોસલે રોડનો ઉપયોગ કરો, પાંડુરંગ બુધકર રોડ પર જમણી બાજુએ જાઓ, પછી જમણે એનએમ જોશી રોડ પર, અને દીપક સિનેમા જંક્શન તરફ આગળ વધો, રાખંગી જંકશન તરફ આગળ વધારવામાં આવશે.
અગાઉ, મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર, સ્પેશિયલ કમિશનર દેવેન ભારતી અને જોઈન્ટ પોલીસ કમિશનર સત્ય નારાયણ ચૌધરી એ ટોચના (Ratan Tata Last Rites) અધિકારીઓમાં સામેલ હતા જેમણે NCPA લૉન ખાતે તાતાને શ્રદ્ધાંજલિ આપી હતી. NCPA ખાતે ભારે સંખ્યામાં લોકોની ભીડને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને નરીમન પોઈન્ટના ભાગોમાં ટ્રાફિક પ્રતિબંધો પણ લાદી દીધા છે.