તાજેતરમાં રતન તાતાએ એનીમિયાથી પીડિત એક ડૉગી માટે ડૉગ બ્લડ ડોનરની જરૂરિયાત વિશે પોસ્ટ મૂકી હતી.
બીમાર પપી અને રતન તાતા
દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન તાતાનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. સોશ્યલ મીડિયા પર તેઓ અવારનવાર પ્રાણીઓ સાથે સુંદર તસવીરો શૅર કરતા હોય છે. તાજેતરમાં તેમણે એનીમિયાથી પીડિત એક ડૉગી માટે ડૉગ બ્લડ ડોનરની જરૂરિયાત વિશે પોસ્ટ મૂકી હતી. આ ૭ મહિનાનું બીમાર પપી મુંબઈમાં રતન તાતાની સ્મૉલ ઍનિમલ હૉસ્પિટલમાં ઍડ્મિટ હતું. ડૉગીનો ફોટો શૅર કરીને રતન તાતાએ લખ્યું હતું, ‘મુંબઈ, મને તમારી મદદની જરૂર છે. આ ૭ મહિનાના ડૉગને જીવલેણ એનીમિયા છે અને એ માટે તાત્કાલિક બ્લડ જોઈએ છે.’ રતન તાતાએ આ સાથે ડૉગ ડોનરની એલિજિબિલિટી પણ જણાવી હતી. તેમની આ પોસ્ટ તરત જ વાઇરલ થઈ હતી અને કેટલાક લોકોએ તેમને સંભવિત મૅચ માટે ફોન-નંબર પણ મોકલ્યા હતા. આ પોસ્ટના થોડા કલાકો બાદ જ બીમાર ડૉગી માટે ડૉગ ડોનર મળી ગયો હોવાની જાહેરાત અન્ય એક પોસ્ટમાં કરવામાં આવી હતી. રતન તાતાએ લેટેસ્ટ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘હું મુંબઈના સ્પિરિટ તેમ જ (ડૉગીઝ) કૅસ્પર, લિઓ, સ્કૂબી, રૉની અને ઇવાનનો આભાર માનું છું. આ ડૉગીઝમાંથી એકનું બ્લડ મૅચ થઈ ગયું છે અને આશા છે કે પપી જલ્દી રિકવર થઈ જશે.’

