Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Ratan Tataની લવ સ્ટોરી, પ્રેમ થયો પણ પાંગર્યો નહીં, પોતે જણાવી આપવીતી

Ratan Tataની લવ સ્ટોરી, પ્રેમ થયો પણ પાંગર્યો નહીં, પોતે જણાવી આપવીતી

Published : 28 December, 2022 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બુધવારે 28 ડિસેમ્બર 2022ના રોજ આ દિગ્ગજ ઉદ્યોગપતિ 85 વર્ષના થઈ ગયા છે. પણ, ઉદ્યોગ જગતમાં પોતાની એક આગવી અને મોટી ઓળખ બનાવનારા રતન તાતાને એક વાતનું દુઃખ છે. જાણો કઈ વાતનું દુઃખ છે આ ઉદ્યોગપતિને?

રતન તાતા (ફાઈલ તસવીર)

Ratan Tata

રતન તાતા (ફાઈલ તસવીર)


રતન તાતા (Ratan Tata) માત્ર ભારતના નહીં પણ આખા વિશ્વના વેપારીઓ માટે કોઈ મિસાઈલથી ઓછા નથી. આઝાદી પહેલા શરૂ થયેલા Tata Groupને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડનારા રતન તાતાની દરિયાદિલીના લોકો ચાહક છે. બુધવારે 28 ડિસેમ્બર 2022ના રોજ આ દિગ્ગજ ઉદ્યોગપતિ 85 વર્ષના થઈ ગયા છે. પણ, ઉદ્યોગ જગતમાં પોતાની એક આગવી અને મોટી ઓળખ બનાવનારા રતન તાતાને એક વાતનું દુઃખ છે. જાણો કઈ વાતનું દુઃખ છે આ ઉદ્યોગપતિને?


વર્ષ 1937માં મુંબઈમાં થયો જન્મ
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન તાતાનો જન્મ (Ratan Tata Birth) 28 ડિસેમ્બર 1937ના મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નવલ તાતા (Naval Tata) અને માતાનું નામ સૂની તાતા (Sooni Tata) હતું. તેમણે કૉર્નેલ યૂનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર એન્ડ સ્ટ્રક્ચરલ ઈન્જીનિયરિંગની ડિગ્રી 1959માં મેળવી હતી. કરિઅરની વાત કરીએ તો તેમણે સીધું પોતાના પારિવારિક વેપારમાં કોઈ ખાસ પદ મેળવીને કમાન સંભાળી નહોતી, પણ એક કર્મચારી તરીકે પોતાની કંપનીની એક યૂનિટમાં કામ કરતા ઝીણવટથી શીખ્યા.



વર્ષ 1868માં શરૂ થયેલા વેપારી ઘરાનાની કમાન પોતાના હાથમાં લેતા પહેલા રતન તાતાએ 70ના દાયકામાં તાતા સ્ટીલ (Tata Steel), જમશેદપુરમાં કામ કર્યું. જ્યારે કારોબારની બધી ઝીણવટો સમજી અને તેમણે ગ્રુપમાં પોતાની દળગાર એન્ટ્રી કરી અને પોતાની મેહનત અને કાબેલિયતના બળે ઘરગથ્થૂ વેપારને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું કામ કર્યું. રતન તાતાએ 1991માં આખા ગ્રુપની કમાન પોતાના હાથમાં લીધી હતી.


આ પણ વાંચો : તાતા સન્સે કરી ઍર ઈન્ડિયા અને `વિસ્તારા`ના મર્જરની જાહેરાત

મીઠાથી લઈને ઍર ઈન્ડિયા સુધીના ગ્રુપમાં કર્યું કામ
Ratan Tataના નેતૃત્વમાં તાતા ગ્રુપે પોતાના વેપારનો એટલો વિસ્તાર કર્યો કે ઘરના રસોડાથી લઈને આકાશ સુધી તેમની ચમક જોવા મળે છે. આજે મીઠું-મસાલા હોય કે પછી પાણી-ચા-કૉફી, ઘડિયાળ-જ્વેલરી કે લગ્ઝરી કાર, બસ, ટ્રક અને હવાઈ જહાજ (Air India)નો સફર તાતા ગ્રુપનું વેપાર દેરક ક્ષેત્રમાં તાતા ફેલાયેલું છે. દેશમાં આ 157 વર્ષ જૂના ગ્રુપની 17 કંપનીઓ શૅર બજારમાં લિસ્ટેડ છે.


તાતા ગ્રુપ દેશના કુલ જીડીપીમાં પણ લગભગ બે ટકાનો ભાગીદાર છે. નાણાંકીય વર્ષ 2022માં તાતા સમૂહની કુલ માર્કેટ કેપ લગભગ 240 અરબ ડૉલર, લગભગ 21 ટ્રિલિયન રૂપિયા છે. રેવેન્યૂની વાત કરીએ તો FY 2022માં આ લગભગ 128 અરબ ડૉલર છે. જમશેતજી તાતા દ્વારા ઊભા કરવામાં આવેલા આ વિશાળ વેપારી સામ્રાજ્યમાં લગભગ 9,35,000 કર્મચારી કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : HBD Dhirubhai and Ratan Tata: કુલદીપક યોગના કારણે બંનેને મળી ઘણી સફળતા

રતન તાતાને સતાવે છે માત્ર આ દુઃખ
રતન તાતા પાસે બધું છે, પણ ઊંમરના આ પડાવ પર તેમને એક દુઃખ છે, જેનો ઉલ્લેખ તેમણે તાજેતરમાં શાંતનુની સ્ટાર્ટઅપ Goodfeellowsની ઓપનિંગ દરમિયાન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "તમને નથી ખબર એકલા રહેવું કેવું હોય છે? જ્યાં સુધી તમે એકલા સમય પસાર કરવા માટે મજબૂર ન થઈ જાઓ ત્યાં સુધી તમને આ એહસાસ નહીં થાય." 85 વર્ષે બેચલર રતન તાતાએ કહ્યું હતું કે જ્યાં સુધી તમે ખરેખર વૃદ્ધ ન થઈ જાઓ, ત્યાં સુધી કોઈને પણ વૃદ્ધ થવાનું મન બિલકુલ નથી થતું.

આ પણ વાંચો : ૧૯૩૨માં બે લાખ રૂપિયામાં શરૂ કરેલી ઍર ઇન્ડિયાને તાતાએ ૧૮૦૦૦ કરોડમાં ખરીદી

પ્રેમ થયો, પણ ન થઈ શક્યા લગ્ન
એકવાર ફરી રતન તાતાને ભારત રત્ન આપવાની માગ ઉઠાવવામાં આવી રહી છે. અને એવું થાય પણ કેમ નહીં, રતન તાતાનું વ્યક્તિત્વ જ એવું છે કે લોકો તેમને એક આઇડિયલ માને છે. ભલે તેમના લગ્ન નથી થયા, પણ તેમની એક પ્રેમકહાની તો છે જ, પણ એ પ્રેમ પાંગર્યો નહીં. રતન તાતાને એક કંપનીમાં કામ કરતી વખતે લૉસ એન્જિલ્સમાં પ્રેમ થયો હતો, પણ તેઓ એ છોકરી સાથે લગ્ન કરવાના જ હતા. ત્યારે એકાએક તેમણે પાછા ભારત આવવું પડ્યું કારણકે તેમની દાદીની તબિયત સારી નહોતી. રતન તાતાને લાગ્યું હતું કે તેઓ જે મહિલાને પ્રેમ કરે છે તે પણ તેમની સાથે ભારત આવી જશે. રતન તાતા પ્રમાણે, "1962ની ભારત-ચીન લડાઈને કારણે તેમના માતા-પિતા તે છોકરીના ભારત આવવાના પક્ષમાં નહોતા અને આ રીતે તેમના રિલેશનશિપનો અંત આવ્યો."

આ પણ વાંચો : 26/11 Mumbai Attack: મુંબઈ આતંકી હુમલાને થયા ૧૩ વર્ષ, રતન તાતાએ કહ્યું...

પ્રેરણાસ્ત્રોત છે Ratan Tata
રતન તાતાના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો તેઓ એક બિઝનેસમેન જ નહીં, પણ સાદગીસભર એક નેક અને દરિયાદિલ વ્યક્તિ, લોકો માટે આદર્શ અને પ્રેરણાસ્ત્રોત પણ છે. તે પોતાના સમૂહ સાથે જોડાયેલા નાના- નાન કર્મચારીઓને પણ પોતાનો પરિવાર માને છે અને તેમનું ધ્યાન રાખવામાં કોઈ કસર બાકી રાખતા નથી, આના અનેક ઉદાહરણ સામે આવ્યા છે. આ સિવાય તેમને પ્રાણીઓ પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ છે. તે સ્ટ્રે ડૉગ્સનું પણ ધ્યાન રાખે છે. તે અનેક બિનસરકારી સંગઠનો અને Animal Sheltersને દાન પણ કરે છે. આ સિવાય તે કોઈપણ મુશ્કેલીની સ્થિતિમાં હંમેશાં મદદ માટે તત્પર રહે છે પછી તે 26/11 મુંબઈ અટેક હોય કે પછી કોરોના મહામારી.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK