Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રામ ગોપાલ વર્માને 3 મહિનાની જેલની સજા, મુંબઈ કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વૉરંટ

રામ ગોપાલ વર્માને 3 મહિનાની જેલની સજા, મુંબઈ કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વૉરંટ

Published : 23 January, 2025 03:43 PM | Modified : 23 January, 2025 03:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ram Gopal Varma sentenced 3 months’ imprisonment: રામ ગોપાલ વર્મા નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમણે તાજેતરના સમયમાં કોઈ ફિલ્મ બનાવી નથી અને તેમની અગાઉની ફિલ્મો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સારી કામગીરી કરી નથી.

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા


બૉલિવૂડના દિગ્ગજ અને વિવાદાસ્પદ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma sentenced 3 months’ imprisonment) તાજેતરમાં જ તેમની ફિલ્મ સત્યાની પુનઃપ્રદર્શનની ઉજવણી કરી રહ્યા છે. થોડા સમય પછી તેઓ મુંબઈમાં જોવા મળ્યા હતા. વિવાદાસ્પદ નિવેદનો માટે મોટાભાગે સમાચારમાં રહેનારા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.


ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ 2018 માં `શ્રી` (Ram Gopal Varma sentenced 3 months’ imprisonment) નામની ફિલ્મ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રામ ગોપાલ વર્મા નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમણે તાજેતરના સમયમાં કોઈ ફિલ્મ બનાવી નથી અને તેમની અગાઉની ફિલ્મો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સારી કામગીરી કરી નથી. ફિલ્મ નિર્માતાને 2022 માં જમીન પર મુક્ત કરવામાં કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે 5000 રૂપિયાની રોકડ સુરક્ષા ચૂકવી હતી.




મીડિયા અહેવાલ મુજબ, મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે (Ram Gopal Varma sentenced 3 months’ imprisonment) હવે આ વર્માને ચેક બાઉન્ડ કેસમાં ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. દિગ્દર્શકને મંગળવાર, 21 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા. આમ, કોર્ટે તેમના પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપ મૂક્યો હતો. કોર્ટે ફરિયાદીને વળતર તરીકે 3.72 લાખ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ કાયદો અપૂરતા ભંડોળ અથવા સંમત ચુકવણી રકમ કરતાં વધુ હોવાને કારણે ચેકના અનાદર સાથે સંબંધિત છે. વધુમાં, તેમની ધરપકડ માટે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.


મુંબઈની અદાલતે જાહેર કરેલા બિન-જામીનપાત્ર વોરંટ બાબતે રામ ગોપાલ વર્માએ (Ram Gopal Varma sentenced 3 months’ imprisonment) પણ પોતાના તરફથી નિવેદન જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પૂર્વે ટ્વિટર પર લખ્યું “મારા અને અંધેરી કોર્ટ વિશેના સમાચારોના સંદર્ભમાં, હું સ્પષ્ટ કરવા માગુ છું કે તે 2 લાખ 38 હજાર રૂપિયાની રકમના 7 વર્ષ જૂના કેસ સાથે સંબંધિત છે, જે મારા ભૂતપૂર્વ કર્મચારી સાથે સંબંધિત છે. મારા વકીલો તેમાં હાજરી આપી રહ્યા છે, અને મામલો કોર્ટમાં હોવાથી હું આગળ કંઈ કહી શકું તેમ નથી.” જોકે આ બિન-જામીનપાત્ર વોરંટ જાહેર થયા બાદ શું રામ ગોપાલ વર્મા ત્રણ મહિનાની જેલની સજા ભોગવશે તે અંગે હવે જોવાનું રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2025 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK