રાજનાથ સિંહને મહારાષ્ટ્રના નેતાની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવશે
રાજનાથ સિંહ
મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યોના નેતાની પસંદગી કરવા માટે આવતી કાલે કે મંગળવારે કેન્દ્રમાંથી ઑબ્ઝર્વર મુંબઈ આવવાની શક્યતા છે. ઑબ્ઝર્વર તરીકે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહને દિલ્હીથી મોકલવાની શક્યતા છે. રાજનાથ સિંહ દેવેન્દ્ર ફડણવીસ માટે લકી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસને BJPના યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે અને પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારે રાજનાથ સિંહની મહત્ત્વની ભૂમિકા રહી હતી. એટલું જ નહીં, ૨૦૧૪માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે પણ રાજનાથ સિંહ અને ઓમ માથુર ઑબ્ઝર્વર હતા. આથી આ વખતે પણ રાજનાથ સિંહને મહારાષ્ટ્રના નેતાની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવશે તો તેઓ દેવેન્દ્ર ફડણવીસ માટે ફરી લકી પુરવાર થવાની શક્યતા છે.