Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્સિડન્ટમાં આંખો ગુમાવી બેસેલી યુવતીને જડબાંની સર્જરી માટે આર્થિક મદદની જરૂર

ઍક્સિડન્ટમાં આંખો ગુમાવી બેસેલી યુવતીને જડબાંની સર્જરી માટે આર્થિક મદદની જરૂર

28 November, 2023 11:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈશાલી પવારનો પરિવાર મહારાષ્ટ્રનો છે, પણ તેનાં માતા-પિતા અને પરિવાર વર્ષોથી રાજકોટમાં જ સ્થાયી થયાં છે અને હવે એ લોકો ત્યાંના જ વતની બની ગયાં છે

અકસ્માત પહેલા અને હમણાં વૈશાલી

અકસ્માત પહેલા અને હમણાં વૈશાલી


અંધેરીની હોલી સ્પિરિટ હૉસ્પિટલમાં સારવાર લેવા અને જડબાંની શસ્ત્રક્રિયા કરાવવા આવેલી રાજકોટની વૈશાલી પવારના ગરીબ પરિવારે અકસ્માત થયા બાદ તેને સાજી કરવા અથાગ પ્રયાસ કર્યા છે. જોકે હવે તેમને તેની સારવાર માટે આર્થિક સહાયની જરૂર હોવાથી લોકોને મદદ કરવા અપીલ કરાઈ છે.


વૈશાલી પવારનો પરિવાર મહારાષ્ટ્રનો છે, પણ તેનાં માતા-પિતા અને પરિવાર વર્ષોથી રાજકોટમાં જ સ્થાયી થયાં છે અને હવે એ લોકો ત્યાંના જ વતની બની ગયાં છે એમ જણાવતાં તેના ભાઈ રાહુલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૈશાલી ૨૦૧૬માં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી હતી ત્યારે અકસ્માત થયો હતો અને લિફ્ટની જાળીમાં તેનો ફેસ દબાઈ ગયો હતો. એ અકસ્માત બાદ તેને રાજકોટની જ વૉકહાર્ટ હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાઈ હતી. તે કેટલાક અંશે સાજી થઈ હતી, પણ તેની આંખોની રોશની ચાલી ગઈ હતી અને ત્યારથી તે જોઈ નથી શકતી. તેનાં જડબાંનું અલાઇનમેન્ટ પણ એ અકસ્માતને કારણે ખસી ગયું છે અને એને કારણે તેને અન્ય શારીરિક તકલીફ પણ ઉઠાવવી પડે છે. એથી તેની સારવાર કરાવવા અમે હૈદરાબાદમાં ઑપરેશન કરાવ્યું હતું, પણ એ જોઈએ એવું સક્સેસ નહોતું ગયું. ત્યાર બાદ બીજું ઑપરેશન કર્યું એનાથી પણ ખાસ ફરક પડ્યો નહોતો. હવે તેની ટ્રીટમેન્ટ અને ઑપરેશન માટે તેને અંધેરીની હોલી સ્પિરિટ હૉસ્પિટલમાં દાખલ કરી છે. તેને ડૉ. રિતેશ ગુપ્તાની સારવાર અપાઈ રહી છે. બીજી ડિસેમ્બરે તેનું ઑપરેશન કરવાનું છે. હૉસ્પિટલ તરફથી એ ઑપરેશનનો ખર્ચ ૨,૨૦,૦૦૦ રૂપિયા કહેવામાં આવ્યો છે. અમે ગરીબ પરિવારના છીએ. મારા પિતા રાજકોટમાં નોકરી કરે છે તથા હું અને મારી મમ્મી વૈશાલીની સારવાર કરાવવા બધે દોડીએ છીએ. અમને તેની સારવાર માટે પૈસાની જરૂર છે. જેટલી થાય એટલી મદદ કરો તો સારું.’



‘મિડ-ડે’ના વાચકો વૈશાલીને મદદ કરવા ઇચ્છતા હો તો તેમણે નીચે આપેલી હૉસ્પિટલની બૅન્ક ડીટેલ દ્વારા હૉસ્પિટલના જ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા અને એમાં ફૉર પેશન્ટ વૈશાલી મનોહર પવાર અને તેના પેશન્ટ-નંબર HSH230530360નો ખાસ ઉલ્લેખ કરવો જેથી મદદની એ રકમ તેની જ સારવાર માટે વપરાય. પેમેન્ટ કર્યા પછી એનો સ્ક્રીન શૉટ કે રિસીટ વૈશાલીના ભાઈને મોબાઇલ નંબર 84120 84073 પર મોકલવી, જેથી તેઓ કેટલી રકમ દાનમાં મળી અને કેટલી રકમ ભેગી કરવાની બાકી છે એનો ટ્રૅક રાખી શકે.  


બૅન્ક-ડીટેલ નીચે મુજબ છે:

Email: hshbilling@gmail.com
Account Name:                 Holy Spirit Hospital
AXIS bank A/c No:           913010027891892
Branch Address:               AXIS Bank Ltd, MIDC Andheri (East) Branch,
Ahura Centre, Mahakali Caves Road, Andheri East, Mumbai 400093
Branch Code:                     395
IFSC Code: UTIB0000395
MICR Code:                        400211036
Patient Name: Vaishali Pawar
Patient Number: HSH230530360.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK