દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાગપુરમાં કહ્યું હતું કે ‘૨૦૧૪માં નરેન્દ્ર મોદી પહેલી વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમની સૌથી પહેલી પ્રશંસા રાજ ઠાકરેએ કરી હતી
રાજ ઠાકરે
રાજ ઠાકરેએ એકનાથ શિંદે તેમ જ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠકો કરીને મહાયુતિમાં સામેલ થવા બાબતે લાંબી ચર્ચાઓ કર્યા પછી પણ હજી સુધી પોતાનો નિર્ણય જાહેર નથી કર્યો ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાગપુરમાં કહ્યું હતું કે ‘૨૦૧૪માં નરેન્દ્ર મોદી પહેલી વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમની સૌથી પહેલી પ્રશંસા રાજ ઠાકરેએ કરી હતી. વચ્ચે કેટલોક સમય તેઓ અમારાથી દૂર રહ્યા હતા, પણ તેમની અને અમારી હિન્દુત્વવાદી વિચારધારા એકસરખી છે. આથી રાજ ઠાકરેને મહાયુતિમાં સાથે લાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. ગુઢી પાડવાની જાહેર સભામાં રાજ ઠાકરે પૉઝિટિવ નિર્ણય લેશે અને તેઓ ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ અડીખમ ઊભા રહેશે એવો મને વિશ્વાસ છે.’
ઉલ્લેખનીય છે કે આજે શિવાજી પાર્કમાં ગુઢી પાડવા નિમિત્તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની જાહેર સભા છે. એમાં રાજ ઠાકરે તેમની આગામી નીતિની જાહેરાત કરશે એટલે એના પર સૌની નજર રહેશે.