Raj Thackeray Slams UBT-NCP SP: લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ અને દલિત મત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ગયા કારણ કે તેઓ બંધારણ પરના વિપક્ષના નિવેદનને માનતા હતા.
રાજ ઠાકરેની ફાઇલ તસવીર (મિડ-ડે)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શનિવારે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (Raj Thackeray Slams UBT-NCP SP) પર અનેક મોટા આરોપો લગાવ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે મરાઠા આરક્ષણ આંદોલનનો ઉપયોગ વિધાનસભા ચૂંટણી પહેલા હિંસા ભડકાવવા માટે કરી રહ્યા છે, ખાસ કરીને મરાઠવાડા વિસ્તારમાં. રાજ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ઉદ્ધવ અને પવાર મનોજ જરાંગેના નેતૃત્વમાં આરક્ષણ આંદોલનનો ઉપયોગ જાતિના રાજકારણ માટે ઢાલ તરીકે કરી રહ્યા છે. મરાઠવાડા યાત્રાના સમાપન દિવસે તેમણે કહ્યું કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા લોકો તેમના (જરાંગે) આંદોલનનો ઢાલ તરીકે ઉપયોગ કરીને મરાઠવાડામાં રાજકારણ કરી રહ્યા છે.
શુક્રવારે જ્યારે રાજ ઠાકરેનો (Raj Thackeray Slams UBT-NCP SP) કાફલો બીડમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક કાર્યકરોએ તેમના પર સોપારી ફેંકી હતી. એવી શંકા છે કે જેમણે આ કર્યું તેઓ શિવસેના (યુબીટી)ના કાર્યકરો હતા. આ મામલે શિવસેના (યુબીટી)ના ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો ઉલ્લેખ કરતા, રાજ ઠાકરેએ દાવો કર્યો કે બીડ જિલ્લા શિવસેના (UBT)ના વડાએ જરાંગે પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવવા માટે જાતિવાદી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (શરદચંદ્ર પવાર) તેમના પ્રવાસ દરમિયાન અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે, તો તેઓ પોતે પણ મહારાષ્ટ્રમાં એક પણ રેલી કરી શકશે નહીં.
ADVERTISEMENT
અગાઉના દિવસે, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે (Raj Thackeray Slams UBT-NCP SP) સ્વીકાર્યું હતું કે રાજ ઠાકરે સામે વિરોધ કરનારાઓ ઠાકરેની આગેવાની હેઠળના જૂથના પદાધિકારીઓ હોઈ શકે છે. જોકે, તેમણે કહ્યું કે શિવસેના (યુબીટી) ને શુક્રવારના વિરોધ સાથે કોઈ લેવાદેવા નથી. મરાઠા આરક્ષણ કાર્યકર્તાઓએ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. દરમિયાન, રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ અને દલિત મત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ગયા કારણ કે તેઓ બંધારણ પરના વિપક્ષના નિવેદનને માનતા હતા. આ સાથે રાજ ઠાકરેએ ઈન્ડિયા ગઠબંધન સરકારમાં આવશે તો બંધારણ બદલશે તેવો દાવો ભાજપ અને તેમના મિત્ર પક્ષો કરે છે. આ અંગે રાજ ઠાકરેએ કહ્યું કે “બંધારણ બદલવાની ચર્ચા ખોટીનથી. ભાજપના કેટલાક નેતાઓએ આ વાત કહી હતી. મરાઠા આરક્ષણ આંદોલનના કેન્દ્ર એવા મરાઠવાડા ક્ષેત્રમાં ભાજપ એક પણ લોકસભા બેઠક જીતવામાં નિષ્ફળ રહી.
રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે વિપક્ષને (લોકસભામાં) મતદાન એટલા માટે નથી કર્યું કારણ કે (લોકોને) તેમના (વિરોધી પક્ષો) માટે પ્રેમ હતો. તેઓ (ઉદ્ધવ અને શરદ પવાર) માને છે કે આવી જ રણનીતિ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ વાપરવી જોઈએ. મહારાષ્ટ્રમાં જાતિનું રાજકારણ (Raj Thackeray Slams UBT-NCP SP) ન થાય તેની ખાતરી કરવાને બદલે શરદ પવાર તેનું સમર્થન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ મરાઠા આરક્ષણ માટે લોબિંગ કર્યું ન હતું. શરદ પવારે મહારાષ્ટ્રમાં આરક્ષણના મુદ્દાને ઉકેલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સારા સંબંધોનો ઉપયોગ કર્યો નથી. જ્યારે શિવસેના (અવિભાજિત) 2014 થી 2019 સુધી ભાજપ સાથે ગઠબંધનમાં હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પણ મરાઠા આરક્ષણ માટે લોબિંગ કર્યું ન હતું.